Corona Update

કોરોનાની ખરાબ પરિસ્થિતિ વચ્ચે અર્થતંત્રને લઈને સારા સમાચાર, ભારત G-20 દેશોમાં રહેશે અવ્વલ

796views
  • દેશની આર્થિક સ્થિતિ પહેલાં કરતાં ખરાબ, નાણાકીય નુકસાન ઓછામાં ઓછું થાય તેવા પ્રયત્નો- RBI ગર્વનર
  • પેકેજ મળવાની આશાથી દેશના શેરબજારોમાં સારો વધારો
  • કોવિડ-19ના પગલે ધીમી પડેલી અર્થવ્યવસ્થાને પાટા પર લાવવાની તૈયારી
  • આર્થિક સ્થિતિ પર હાલ RBIની નજર
  • શ્રમીકોને રોકડ આપવાનો નિર્ણય લેવાઈ શકે છે
  • ભારતની નાણાકીય સ્થિતિ પહેલા કરતાં ખરાબ
  • નાણાકીય ખાધ ઘટાડવાના તમામ પ્રયાસો
  • G-20 દેશોમાં ભારતનો વિકાસ દર વધુ રહેવાની આશા
  • ભારતનો GDP 1.9 ટકા રહેવાની IMFની ધારણા
  • દેશમાં અનાજની કોઈ કમી નથી
  • 50,000 કરોડ રૂપિયાની કિંમતના TLTRO 2.0ને લોન્ચ કરશે

કોરોનાને કારણે ધીમી પડેલી આર્થિક ગતિવિધિઓ માટે શુક્રવારે આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસ નવા પેકજની જાહેરાત કરી શકે છે. ગવર્નર પ્રેસ કોન્ફોરન્સમાં કોરોના સામે લડવા નવા ઉપાયોની જાહેરાત કરી શકે છે. ઈકોનોમિને બુસ્ટ આપવા બીજા રાહત પેકેજ પહેલા આરબીઆઈ ગવર્નરની પ્રેસ કોન્ફરન્સ થનાર છે. 2022માં ભારતનો વૃદ્ધિ દર 7.4 ટકા રહી શકે છે, જેનું IMFએ પણ અનુમાન કર્યું છે. અમે આરબીઆઈના રિઝોલ્વ અને આગળની રીતોને બતાડવા માંગીએ છીએ.

કોવિડ-19થી ધીમી પડેલી આર્થિક ગતિવિધિઓ માટે શુક્રવારે આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે પ્રેસ કોન્ફોરન્સ કરી છે. શક્તિકાંત દાસે કહ્યું કે 50,000 કરોડ રૂપિયાની કિંમતના TLTRO 2.0ને લોન્ચ કરશે. તેમણે કહ્યું કે કોરોના સંક્રમણના કારણે આ સૌથી કાળો સમય છે અને આપણે અજવાળા તરફ જોવાનું છે.

 

Leave a Response

error: Content is protected !!