Corona Update

આજથી ગુજરાતના અનેક ગામમાં બપોર પછી સ્વયં ભુ લોકડાઉન, વાંચો ક્યા ગામ અને બજારો રહેશે બંધ

15Kviews

  • સિદ્ધપુરમાં પણ 15 ઓગસ્ટ સુધી દુકાનો 2 વાગ્યા સુધી જ ખુલશે. પાલિકા દ્વારા બપોરના 2 વગ્યા બાદ તમામ ધંધા-રોજગાર બંધ રાખવા વેપારીઓને અપીલ કરી છે. જેના કારણે આજથી 15 ઓગસ્ટ સુધી બપોર બાદ તમામ ધંધા રોજગાર બંધ રહેશે. 14દિવસ બજારો સ્વયંમભુ બંધ રહેશે.
  • ગુજરાતના સૌથી મોટા એપીસેન્ટરોમાં જેની ગણતરી થાય છે તેવા ઊંઝા માર્કેટયાર્ડ 2 ઓગસ્ટ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. કોરોના સંક્રમણ વધતા ઉંઝા APMCના સત્તાધીશો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. આજથી ઉંઝાનું એપીએમસી માર્કેટ 2 તારીખ સુધી બંધ રહેશે.
  • રાજકોટમાં પણ કોરોનાના વધતા સંક્રમણને જોતાં આજથી સોની બજાર સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. ગોલ્ડ ડિલર એસોસિએશનના પ્રમુખ ભાયાભાઈ સાહોલિયાએ જાહેરાત કરતા કહ્યું કે, આજથી લઈને એક ઓગસ્ટ સુધી રાજકોટની સોની બજાર બંધ રાખવામાં આવશે.
  • અમદાવાદ અને ગાંધીનગરના વિસ્તારો જેવા કે ચિલોડા, દહેગામ, ડભોઈ, લુણાવાડા રાજપીપળા, છોટા ઉદેપુર, ધ્રાંગધ્રાં, પાલનપુરમાં બપોર બાદ સ્વયંભૂ લોકડાઉનો વેપારીઓએ નિર્ણય લીધો છે.
  • સૌરાષ્ટ્રમાં પણ સ્વયં ભુ લોકડાઉનની અસર જોવા મળી છે. દ્વારકા, જામનગર, રાજકોટ સહિત અનેક મોટી બજારો બપોર પછી સ્વયં ભુ રીતે બંધ છે. મોટા વેપારીઓએ કોરોનાનું સંક્રમણ વધતા જાતે જ નિર્ણય લીધો છે.

Leave a Response

error: Content is protected !!