રાજનીતિ

  કોરોના 100ને પાર.. ગુજરાતમાં 105 પોઝિટીવ અમદાવાદ 43 પોઝિટીવ સાથે ત્રીજા સ્ટેજમાં..

1.08Kviews
  • 10 નવા કેસ સાથે રાજ્યમાં પોઝિટિવ કેસ 105 થયા,
  • બે ગાંધીનગર, બે ભાવનગર, એક પાટણ અને પાંચ કેસ અમદાવાદમાં
  • 80 વર્ષીય મહિલા દર્દી કોરોના સામેની જંગ જીત્યા
  • અમદાવાદ કોરોનાના ત્રીજા સ્ટેજમાંઅનેક વિસ્તારોને ક્લસ્ટર ક્વૉરન્ટીન
  • રાજકોટ કોરોનાના વધુ 12 શંકાસ્પદ કેસ સામે આવ્યા

ગુજરાતમાં કોરોનાએ ભરડો લીધો છે.  પ્રથમ 8 દિવસમાં 44 કેસ તો બીજા 8 દિવસમાં 48 પોઝિટિવ કેસ થયાં છે. કોરોનાની અપડેટ વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છેકે, રાજ્યમાં આજે 10 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં બે ગાંધીનગર, બે ભાવનગર, એક પાટણ અને પાંચ કેસ અમદાવાદમાં નોંધાયા છે. આ તમામ કેસો મોટાભાગે લોકલ ટ્રાન્સમિશનના છે.  જે ચિંતાજનક છે.

આ સાથે જ રાજ્યમાં કુલ 105 પોઝિટિવ કેસો થયા છે. જ્યારે ચાર પોઝિટિવ દર્દીઓ સાજા થઇ જતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેમાં ગાંધીનગરમાં એક 80 વર્ષીય મહિલા પણ છે. જે કોરોના સામેનો જંગ જીતી ગયા છે.  આજે કોરોનાથી એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. આ સાથે જ કુલ મૃત્યાંક 9એ પહોંચ્યો છે.

રાજ્યમાં સૌથી વધારે કોરોના પોઝિટિવ કેસ અમદાવાદમાં નોંધાઇ રહ્યાં છે. અમદાવાદ કોરોનાના ત્રીજા સ્ટેજમાં પહોંચી ગયું છે. ત્યારે શહેરના અનેક વિસ્તારોને ક્લસ્ટર ક્વૉરન્ટીન કરવામાં આવી રહ્યાં છે. તેમજ હજી અનેક લોકો કાયદાનો ભંગ કરી રહ્યાં છે તેમની સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.  એંમસી દ્વારા અનેક વિસ્તારને ક્લસ્ટર કરવામાં આવ્યા છે. અમદાવાદ માટે આગામી 20 દિવસ  કાંટાળા છે.

 

 

 

 

શહેર પોઝિટિવ કેસ મોત
અમદાવાદ 43 04
સુરત 12 01
ગાંધીનગર 13 00
રાજકોટ 10 00
વડોદરા 09 01
ભાવનગર 09 02
પોરબંદર 03 00
ગીર-સોમનાથ 02 00
કચ્છ 01 00
મહેસાણા 01 00
પંચમહાલ 01 01
પાટણ 01 00
કુલ આંકડો 105 09

Leave a Response

error: Content is protected !!