Corona Update

જન્માષ્ટમી મેળા થયા રદ્દ, નવરાત્રી પર લાગશે કોરોનાનું ગ્રહણ ? ચિંતામા ગરબાના રસિયાઓ

2.01Kviews

ગુજરાતીઓ એટલે નસ નસમાં ગરબા વસતા હોય છે ત્યારે જો કોઈ એમ કહી દે કે આ વર્ષે નવરાત્રી નહિ તો શાંત દેખાતા ગુજરાતીઓ ખુન્નસ પર ઉતરી જાય છે કહેવાનો મતલબ છે કે ગરબા વિના કોઈ પણ સંજોગે ચાલશે નહિ. પણ આ વર્ષે કોરોના ખેલ બગાડી શકે છે.

જન્માષ્ટમીના તહેવારોમાં સૌથી મોટો લોકમેળો રાજકોટમાં યોજાય છે. પરંતુ આ વર્ષે કોરોનાને કહેરને લઇને આ મેળો રદ કરવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે. તેમજ રાજકોટમાં યોજાતા 100થી વધુ ખાનગી મેળા પણ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે ગુજરાત સરકાર સત્તાવાર જાહેરાત કરશે.

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (IMCR) દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે, ઓગસ્ટમાં કોરોના વાયરસ (Coronavirus) તેના ટોચ પર હશે. કોરોના મહામારીના કારણે ભારતમાં નવેમ્બર સુધી સઆઈસીયૂ બેડ્સ પુરા થઈ શકે છે. અભ્યાસમાં તે પણ દાવો કરવામાં આવ્યો છે કે, દેશમાં 25 લાખ કરોડ માત્ર કોરોના વાયરસનો સામનો કરવામાં ખર્ચ થઈ શકે છે. કોરોના વાયરસ માટે હાલ કેન્દ્ર સરકારે 15 હજાર કરોડનું ફંડ રાખ્યું છે. 25 લાખ કરોડનું અનુમાન તેનાથી ધણું આગળ નીકળી રહ્યું છે.

જો આ વાત સાતી રહી તો ગુજરાતીઓ નવરાત્રી પર ગરબા નહિ રમી શકે. ગુજરાતી માટે આનાથી વધારે દુખદ વાત હોય જ ના શકે..

Leave a Response

error: Content is protected !!