Corona Update

કોરોના સામે અમદાવાદ જંગ જીતવા તરફ, AMCએ 20 હજાર રેપીડ કીટનો પશ્ચિમ વિસ્તારમાં ઉપયોગ શરૂ કર્યો

5.53Kviews

કોરોનાનો કહેર અમદાવાદ શહેર અને જિલ્લામાં યથાવત છે. ગઈકાલે કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)  ફરીથી એગ્રેસિવ ટેસ્ટિંગ પર ભાર મુક્યો હોય તેવું લાગી રહ્યું છે.  AMCએ 20 હજાર રેપીડ કીટનો આર્ડર આપ્યો છે. રેપીડ કીટનો ઉપયોગ શહેરના પશ્ચિમ વિસ્તારમાં શરૂ કરી દેવામાં આવ્યો છે.

  • અમદાવાદમાં કોરોનાના કેસ છેલ્લા દસ દિવસથી ઘટી રહ્યા છે.
  • ક્યાંક પણ કચાશ ના રહી જાય અને સંક્રમણ ફરી ના ફેલાઈ તે માટે કોર્પોરેશન દ્વારા નિર્ણય
  • રોજ એક હજાર રેપિડ ટેસ્ટ કિટનો ઉપયોગ થશે
  • અમદાવાદમાં મૃત્યુઆંકમાં પણ ઘટાડો નોંધાયો છે.
  • સિનીયર ડોક્ટર તેજસ પટેલે દાવો કર્યો છે કે અમદાવાદમાં ટુંક સમયમાં કોરોના ઘટી જશે

રોજ એક હજાર રેપીડ કીટનો ઉપયોગ થશે
રેપીડ કીટથી માત્ર 30 મિનિટમાં જ કોરોનોનું પરિણામ મળી જાય છે. શહેરમાં કોરોનાના કેસમાં વધારો-ઘટાડો થઈ શકે. એગ્રેસિવ ટેસ્ટિંગના કારણે અગાઉના મહિનાઓમાં કેસોમાં વધારો નોંધાયો હતો. હાલ સ્થિતિમાં છૂટછાટોના કારણે કેસ વધી પણ શકે છે. 20 હજાર રેપીડ કીટ પૈકીની એક હજાર કીટ રોજ વાપરવામાં આવશે.

Leave a Response

error: Content is protected !!