Corona Update

શું તમે પણ કોરોનાનનો ટેસ્ટ કરાવવા માંગો છો ? રાજ્ય સરકારે જાહેર કર્યા આ નિયમો

3.54Kviews
  • આજે કોવિડ-19ના ટેસ્ટ કરવા સંદર્ભે રાજ્ય સરકારે એક પરિપત્ર બહાર પાડ્યો છે.
  • પરિપત્રમાં નોંધવામાં આવ્યું છે કે કોઈ પણ દર્દીનો રિપોર્ટ કર્યા પછી જો પોઝિટીવ આવે તો જે તે તબીબ અને લેબોરેટરીએ આરોગ્યના અધિકારીને જાણ કરવાની રહેશે.
  • સરકાર માન્ય એપ્લિકેશન પર વિગત અપલોડ કરવી પડશે.

રાજ્યમાં હવે કોરોના ટેસ્ટ કરવા માટે સરકારની મંજૂરી લેવાની જરૂર નથી. ખાનગી ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન પર ખાનગી કે સરકારી લેબમાં કોરોનાનો ટેસ્ટ થઈ શકશે. લેબ તેમજ ડોક્ટરોએ દર્દીની માહિતી સરકારી એપ્લિકેશન પર અપલોડ કરવાની રહેશે. સરકારના આરોગ્ય વિભાગે પરિપત્ર જાહેર કરીને જણાવ્યુ છે કે, હવેથી ખાનગી ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શનના આધાર પર ખાનગી કે સરકારી લેબમાં કોરોના ટેસ્ટ થઈ શકશે. આ માટે કોઈપણ પ્રકારની પૂર્વ મંજૂરી લેવાની રહેશે નહીં.

પોઝિટિવ દર્દી માટે ગાઈડલાઈન અનુસરવી પડશે
ખાનગી ડોક્ટર- લેબોરેટરીએ જે તે જિલ્લા/ કોર્પોરેશનના મુખ્ય આરોગ્ય અધિકારીને ઈમેલથી જાણ કરવાની રહેશે. સરકારી એપ્લિકેશન પર દર્દીની માહિતી અપલોડ કરવાની રહેશે. કોરોના સંક્રમણની સંભાવનામાં દર્દીનો ટેસ્ટ કરાવવાની જરૂર જણાય ત્યારે દર્દીને અચૂક દાખલ કરવાનો રહેશે. ટેસ્ટનું પરિણામ આવ્યા બાદ નેગેટિવ હોય તો દર્દીની સ્થિતિના આધારે ડોક્ટર રજા આપી શકશે. જો પોઝિટિવ હોય તો ગાઈડલાઈન મુજબ અનુસરવાનું રહેશે.

પરિપત્રમાં વધુમાં જણાવાયું છે કે, કોરોનાં સંક્રમિત થવાની શક્યતાના આધારે દર્દીને ટેસ્ટ કરવાની જરુર જણાય ત્યારે દર્દીને દાખલ કરવાનો રહેશે, અને રિપોર્ટ નેગેટિવ આવે તો જ દર્દીને રજા આપવી. ICMRની ગાઈડ લાઇન સિવાયનાં કિસ્સામાં જો કોરોનાં ટેસ્ટ કરવાનો થાય તો જે તે હોસ્પિટલ તબીબે મેડીકલ સુપ્રિન્ટેન્ડેટ સોલા સિવિલ, જીલ્લા આરોગ્ય અધિકારી,આરોગ્ય અધિકારી મહાનગર પાલિકાની મંજૂરી લેવી પડશે.

Leave a Response

error: Content is protected !!