Corona Update

કોરોના સામે લડાઇનું ‘ગુજરાત મોડેલ’ બન્યુ અમદાવાદ, મૃત્યુમાં 4 ટકા ઘટાડો, ડિસ્ચાર્જમાં 5 ટકા વધારો

3.79Kviews

અમદાવાદમાં એક્ટિવ કેસ 3397 છે, 15660 દર્દીઓ સાજા થઇ ગયા છે જ્યારે 1423 મૃત્યુ છે.

  • છેલ્લા 8 દિવસમાં એટલે કે, 20મી જૂનથી 27મી જૂન દરમિયાન 2016 કેસ (અમદાવાદના કુલ કેસના 10 ટકા) નોંધાયા છે.
  • જ્યારે 12 જૂનથી 19 જૂન દરમિયાન 2623 (કુલ કેસના 13 ટકા) કેસ નોંધાયા હતા. 

લૉકડાઉનના 68 દિવસમાં 16700 કેસ અને 1000 મૃત્યુ જ્યારે અન-લૉકના 27 દિવસમાં જ 14000 કેસ અને 750થી વધુ મૃત્યુ થયા છે.

  • સાજા થતા દર્દીઓમાં 20મી જૂનથી 27મી જૂન દરમિયાન 2632 લોકો (કુલ ડિસ્ચાર્જના 17 ટકા) ડિસ્ચાર્જ થયા છે.
  • 12મી જૂનથી 19મી જૂન દરમિયાન 1862 લોકો (કુલ ડિસ્ચાર્જના 12 ટકા) ડિસ્ચાર્જ થયા હતા.
  • રિકવર થતા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે.
  • 12મી જૂનથી 19મી જૂન દરમિયાન અઠવાડિયામાં 179 લોકોના (કુલ મૃત્યુના 12 ટકા) મોત થયા હતા.
  • જ્યારે 20મી જૂનથી 27મી જૂન દરમિયાન 114 લોકોના (કુલ મૃત્યુના 8 ટકા) મોત થયા છે.

અમદાવાદ: કોરોના સામે લડાઇનું ગુજરાત મોડેલ સાબિત થઇ રહ્યું છે

સ્થિતિ12થી 19 જૂન20થી 27 જૂનતફાવત
કેસ26232016-607
મોત179114-65
ડિસ્ચાર્જ18622632770

સૌજન્ય- ભાસ્કર

Leave a Response

error: Content is protected !!