Corona Update

અમદાવાદમાં કોરોના વિસ્ફોટ, એક જ રાતમાં 50 નવા કેસ, રાજ્યમાં કુલ 241 પોઝિટિવ કેસ

1.09Kviews
  • કોટ વિસ્તારને કોર્ડન કરી સઘન ટેસ્ટિંગ કરાતા કેસનો વાસ્તવિક આંકડો હવે બહાર આવી રહ્યો છે
  • હજીપણ સંખ્યાબંધ પોઝિટિવ કેસ નોંધાવાની આશંકા
  • ટેસ્ટિંગમાં વધારો કરવામાં આવતા કેસો વધી રહ્યાં છે: જયંતિ રવિ
  • ચિંતાજનક રીતે વધી રહ્યાં છે લોકલ ટ્રાન્સમિશનના કેસો,  241 પોઝિટિવ કેસમાંથી 176 લોકલ ટ્રાન્સમિશનના કેસ
  • હવે બાળકોમાં પણ જોવા મળી રહ્યાં છે કોરોનાના પોઝિટિવના લક્ષણો
  • અમદાવાદમાં 50, સુરતમાં બે અને દાહોદ, આણંદ અને છોટાઉદેપુરમાં એક-એક કેસ નોંધાયા
  • આજે એક વ્યક્તિનું મોત
  • તબલીઘના કારણે ગુજરાતમાં કેસોમાં વધારો

સરકાર અને લોકોના આશ્ચર્યની વચ્ચે અમદાવાદમાં 12 કલાકમાં 50 નવા કેસ આવતા ખળભળાટ થઈ ગયો છે.  અમદાવાદમાં ગઈ કાલે એક પણ પોઝિટિવ કેસ ન હતો ત્યારે આજે અચાનક જ 50 નવા કેસ આવ્યા અને એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. અમદાવાદના દાણીલીમડા, આસ્ટોડિયા, ઘોડાસર વિસ્તારમાંથી 50 કેસ પોઝિટિવ મળેલા છે.

ગુજરાતમાં કુલ 241 પોઝિટિવ કેસ, 17ના મોત

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 133 06 08
સુરત 25 04 05
વડોદરા 18 02 06
ભાવનગર 18 02 01
ગાંધીનગર 13 00 02
રાજકોટ 11 00 04
પાટણ 05 01 00
પોરબંદર 03 00 00
ગીર-સોમનાથ 02 00 00
કચ્છ 02 00 00
મહેસાણા 02 00 00
છોટાઉદેપુર 02 00 00
આણંદ 02 00 00
મોરબી 01 00 00
પંચમહાલ 01 01 00
જામનગર 01 01 00
સાબરકાંઠા 01 00 00
દાહોદ 01 00 00
કુલ આંકડો 241 17 26

Leave a Response

error: Content is protected !!