Corona Update

CBSC ધો. 10ની પરિક્ષા રદ્દ, ધો. 12 બોર્ડ માટે આપવામાં આવ્યા બે ઓપ્શન, વાંચો સુપ્રિમ કોર્ટે શું કહ્યુ ?

School student of Blue bells take a mask in class due to Smog, Gurgaon School Closed for two days in Gurgaon on Thursday. Photo by Manoj Kumar 9.11.2017
1.05Kviews

CBSEએ ધો. 10 અને 12ની બાકીની પરીક્ષાને રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. બોર્ડે સુપ્રીમ કોર્ટમાં ગુરુવારે થયેલી સુનાવણીમાં આ જાણકારી આપી હતી. હવે વિદ્યાર્થીઓનું મુલ્યાંકન છેલ્લી 3 પરીક્ષાના આધારે થશે. ત્યાર પછી વિદ્યાર્થી પાસે પરીક્ષા આપવાનો વિકલ્પ રહેશે.

સોલિસિટર જનરલ તુષાર મેહતાએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે ICSE બોર્ડમાં ધો. 10 અને 12 બોર્ડની પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. પરંતુ તેઓ વિદ્યાર્થીઓને ત્યાર પછી પેપર આપવાનો વિકલ્પ આપવા માંગતા નથી.

સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

  • ધો.12ની પરીક્ષા વિશે CBSE નોટિફિકેશન બહાર પાડે.
  • હાલ ઈન્ટરનલ એસેસમેન્ટ અને ત્યાર પછી બાકી રહેલા પેપર આપવાનો વિકલ્પ અપાય.
  • પરીણામ જાહેર કરવાની તારીખ જણાવવામાં આવે.
  • સ્ટેટ બોર્ડમાં પરીક્ષા કેવી રીતે લેવાશે, તે અંગે કેન્દ્ર સ્થિતિ સ્પષ્ટ કરે.
  • સુપ્રીમ કોર્ટ શુક્રવાર સવારે 10.30 વાગ્યે ફરી સુનાવણી કરશે.

CBSEના નિર્ણય પછી આગળ શું? વિદ્યાર્થી પાસે શું વિકલ્પ છે?
ઈન્ટરનલ એસેસમેન્ટ

સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે બાળકો ધો.10 અને 12ના બાકી પેપર નહી આપી શકે તો નવી સ્કીમ મુજબ આવા વિદ્યાર્થીઓનું એસેસમેન્ટ તેમના ત્રણ વર્ષની પરીક્ષાના આધારે થશે.

પરીક્ષાનો વિકલ્પ પણ ખુલ્લો
વિદ્યાર્થી પાછળથી પરીક્ષા આપવાનો વિકલ્પ પણ પસંદ કરી શકે છે, જેનાથી તે પોતાનું પરીણામ સુધારી શકે. સોલિસિટર જનરલે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે જેવો માહોલ સુધરશે તો ધો.12ના વિદ્યાર્થીઓ તેના બાકી પેપર આપી શકશે. જો કે આના ઉપર સુપ્રીમ કોર્ટે સરકારને કહ્યું કે અલગ-અલગ રાજ્યમાં માહોલ સુધરવાની સંભાવના અલગ-અલગ છે. શું કેન્દ્ર સરકાર તેને જોશે કે રાજ્ય સરકાર?

Leave a Response

error: Content is protected !!