Corona Update

જોજો હો તમારુ સેનિટાઈઝર નકલી નથી ને ? સરકારે પકડી પાડ્યા હજારો લિટર નકલી સેનિટાઈઝર..

1.55Kviews

વિશ્વભરમાં જ્યારે કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે તેનાથી બચવા માટે પહેલા હથિયાર તરીકે જો કંઈ વપરાતુ હોય તો તે સેનેટાઈઝર છે. પણ શું તમને ખબર છે કે, તમારૂં સેનાટાઈઝર ખરેખર પ્રમાણિત છે કે નહીં? શું તમે આંખો મીંચીને સેનાટાઈઝર પર વિશ્વાસ કરી રહ્યા છો? તો વાંચો આ રિપોર્ટ

  • કોરોના ના ડર સામે નાગરિકો સાથે છેતરપીંડી કરતા ઉત્પાદકો સામે સરકારી તંત્રએ ઝુંબેશ શરૂ કરી
  • અપ્રમાણસર નમૂનામાં ઇથાઇલ આલ્કોહોલની ટકાવારી તેના લેબલ ક્લેઇમ કરતા ઓછી જણાઈ
  • ગુજરાત રાજ્યના ઔષધ નિયમન તંત્ર દ્વારા  આ અંગે વિશેષ ડ્રાઈવ ચલાવીને નકલી હેન્ડ સેનિટાઇઝરનો જથ્થો પકડી પાડ્યો હતો.  
  • 123માંથી 80 સેનિટાઇઝર હલકી ગુણવત્તાના મળ્યા

અમુક વેપારીઓ હલકી કક્ષાના સેનિટાઇઝર નાગરિકોને પધરાવી દેવામાં આવતા હોવાની ફરિયોદ થતાં સરકારી વિભાગ સક્રિય થયું છે અને ચકાસણી શરૂ કરી છે. જેમાં 123માંથી 80 સેનિટાઇઝર હલકી કક્ષાના હોવાનું બહાર આવતા તંત્રએ આ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ગુજરાત રાજ્યના ઔષધ નિયમન તંત્ર દ્વારા  આ અંગે વિશેષ ડ્રાઈવ ચલાવીને નકલી હેન્ડ સેનિટાઇઝરનો જથ્થો પકડી પાડ્યો હતો.  

માર્ચ-એપ્રિલ અને મે દરમિયાન નમૂના લેવાયા
કોવિડ-19ની પરિસ્થિતિ દરમિયાન હેન્ડ સેનિટાઇઝરની માગમાં ખાસો એવો વધારો થયો છે. જેથી તેની ક્વૉલિટીમાં કોઇ ચેડા કરવામાં ન આવે અથવા તો નક્લી  હેન્ડ સેનિટાઇઝર બજારમાં ન પ્રવેશે એ માટે સતર્કતાના ભાગરૂપે માર્ચ-એપ્રિલ અને મે દરમિયાન કુલ 123 હેન્ડ સેનિટાઇઝરના નમૂના લઇને પ્રયોગશાળામાં ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા હતા. જેની ચકાસણી હાલ ચાલુ છે, ઉપરાંત 80 નમૂના અપ્રમાણસર જાહેર થતાં તેની માહિતી ખોરાક અને ઔષધ નિયમન તંત્રની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવી છે. 

સેનિટાઇઝરનો વપરાશ બંધ કરાવાયો
આ ફેઇલ થયેલા નમૂનાઓમાં મે. નિર હેલ્થકેર દ્વારા અને મે. રાજ કોસ્મેટિક દ્વારા ઉત્પાદિત છે. જે નમૂના અપ્રમાણસર થયેલા છે, તેમાં ઇથાઇલ આલ્કોહોલની ટકાવારી તેના લેબલ ક્લેઇમ કરતા ઓછી જણાઈ હતી. તેથી હેન્ડ સેનિટાઇઝરનો વપરાશ GMSCL દ્વારા તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવ્યો છે. તેમજ સપ્લાયર સામે GMSCL દ્વારા ટેન્ડરની જોગવાઈ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ઉપરાંત અપ્રમાણસર સેનિટાઇઝર અંગે ડ્રગ એક્ટ હેઠળ નિયમો મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Leave a Response

error: Content is protected !!