રાજનીતિ

સી.આર. પાટીલે મિશાલ કાયમ કરી, લોકહિત માટે રદ્દ કરી મોટી સ્વાગત રેલી

3.77Kviews

સી.આર.પાટીલે સ્વાગત રેલી રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. લોકહિત માટે સી.આર પાટીલે કહ્યુ કે તે કોઈ પણ ભોગ આપવા તૈયાર છે. રેલીમાં તમામ સોશિયલ ડિસ્ટન્સનું ધ્યાન રખાયુુ હતુ પણ ઘણા વિરોધીઓ રેલીના નામે ભાજપને વખોડવાનો મોકો શોધતા હતા. આ બાબતે સી.આરે કહ્યુ કે

ભાજપનું નામ ખોટી રીતે બદનામ નહિ થવા દઈએ. આ રેલીતો ખુબ નાની વાત છે લોકહિત માટે હું કોઈ પણ ભોગ આપી શકું છું.

સી.આર પાટીલ માટે એરપોર્ટની બહાર હજારોની સંખ્યામાં કાર સાથે લોકો હાજર હતા. જો સી.આર. ઈચ્છત તો આ રેલી જરૂર કરી શકત ક્યા એવા નેતા હોય જેમને લોકોનો પ્રેમ મળે તો પણ ના પાડી શકે.. ? પણ સી.આર. પટેલે એક મિશાલ કાયમ કરી છે અને તેમાથી બીજી પાર્ટીના નેતાઓએ પણ શીખવું જોઈએ કે અત્યારે ગુજરાતને કોરોના મુક્ત બનાવવું જરૂરી છે.

એરપોર્ટની બહાર લોકો કાર સાથે એકઠા થયા હતા

ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા પછી આજરોજ પ્રથમ વખત તેમના hometown સુરત પહોંચ્યા હતા. ત્યારે મીડિયા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, ભાજપા સુરત મહાનગર તેમજ સુરતના ભાજપાના ધારાસભ્યઓ તેમજ સમર્થકો દ્વારા આજરોજ કાર રેલી દ્વારા સ્વાગત કરવાનું નક્કી થયેલ હતું. સોશિયલ distance ના તમામ નિયમોનું પાલન થાય તે પ્રમાણે મર્યાદિત સંખ્યામાં કાર્યકરો આવે તે મુજબની જ સુચના અપાઇ હતી. પરંતુ કાર્યકરોનો,સમર્થકોનો જે પ્રકારનો ઉત્સાહ જોવા મળ્યો છે તે જોતા ધાર્યા કરતા વધુ સંખ્યામાં કાર્યકરો સમર્થકો સ્વાગત માટે આવી રહ્યા છે તેથી કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ રેલી રદ કરવાનો નિર્ણય અમે લઈએ છીએ.

પાટીલે જણાવ્યું હતું કે, કાર્યકર્તાઓનો,સમર્થકોનો પ્રેમ-લાગણી સર આંખો પર પરંતુ કોરોના મહામારી વચ્ચે અમે સહેજ પણ જોખમ લેવા ઇચ્છતા નથી. ભવિષ્યમાં કાર્યકરોને,સમર્થકોને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મળવાનું તેમજ તેમની સાથે વાતચીત કરવાનું આયોજન કરવામાં આવશે.

Leave a Response

error: Content is protected !!