રાજનીતિ

ટીમ ઈન્ડિયાને જબરદસ્ત મોટો ઝાટકો, ત્રણ સપ્તાહ માટે ટીમમાંથી બહાર થયો શિખર ધવન

110views

વર્લ્ડ કપ 2019માં પોતાની પહેલી બે મેચમાં શાનદાર પ્રદર્શન કરીને લોકોનું દિલ જીતનાર ભારતીય ટીમ માટે એક ખરાબ સમાચાર છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની મેચમાં ટીમ ઈન્ડિયાના ઓપનર શિખર ધવનને ડાબા હાથના અંગૂઠામાં ઈજા થવાને કારણે તે ત્રણ સપ્તાહ સુધી ક્રિકેટ નહીં રમી શકે. ધવનના ડાબા હાથના અંગૂઠોમાં સોજો આવતા તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યા ધવનના ડાબા હાથના અંગૂઠામાં આવેલા સોજાનું સ્કેન કરાયું. સ્કેન પછી તેની ઈજા ગંભીર હોવાનું ડોક્ટરે જણાવતા તેને ત્રણ સપ્તાહ સુધી આરામ કરવાની સલાહ આપી છે.

રવિવારે વર્લ્ડ કપની મેચમાં ઓસ્ટ્રેલિયાની સામે ભારતની જીત થઈ હતી. આ આ મેચમાં શિખર ધવનમે ઓસ્ટ્રેલિયાના ફાલ્ટ બોલર નાથન કુલ્ટર નાઈલનો બોલ વાગ્યો હતો. બોલ વાગ્યો હોવાથી ધવનને ભંયકર દુંખાવો થવા લાગ્યો હતો. તેમ છતાં તેને મેચમાં સદી ફટકારી હતી અને ઓસ્ટ્રેલિયાની સામે મોટો પડકાર મૂક્યો હતો. જો કે, તકેદારી રૂપે ઓસ્ટ્રેલિયન ઈનિંગ વખતે ફીલ્ડિંગ કરવા નહોતો આવ્યો. તેની જગ્યાએ રવિન્દ્ર જાડેજાએ ફિલ્ડિંગ કરી હતી.

ધવને ઓસ્ટ્રેલિયાની સામે 117 રનો ફટકાર્યા હતા. તેઓએ આઈસીસી ટૂર્નામેન્ટમાં પોતાના સારા પ્રદર્શનનું પુનરાવર્તન કર્યુ. ધવને આઈસીસી ટૂર્નામેન્ટમાં છઠ્ઠી સદી ફટકારી. ધવને વર્લ્ડ કપમાં ત્રીજી સદી મારી. ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ ધવને ચોથી સદી ફટકારી તેની સાથે જ તેણે ઈંગ્લેન્ડની જમીન ઉપર પણ ચોથી સદી કરી.મંગળવારે ધવનના સ્કેન બાદ ફિઝિયો પેટ્રિક ફરહાર્ટ ગુરુવારે ટ્રેંટબ્રિજમાં ન્યુઝીલેન્ડ સામે રમનાર આગામી મેચ માટે ધવનના રમવા અંગે નિર્ણય કરશે. ભારતીય ટીમ પ્રાર્થના કરી રહી હશે કે, ધવનના અંગૂઠામાં ફ્રેક્ચર ન હોય.

શિખર ધવને આઈસીસી ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે.  શિખર ધવને 2015ના વિશ્વકપમાં 51.50ની એવરેજથી 412 રન બનાવ્યા હતા, જેમાં બે સદી સામેલ હતી. આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી (2013-2017)માં પણ ધવનનું શાનદાર પ્રદર્શન રહ્યું છે. તેણે 77.88ની એવરેજથી ત્રણ સદી સાથે 701 રન બનાવ્યા હતા.

Leave a Response

error: Content is protected !!