રાજનીતિ

કોંગ્રેસની આકરી ઝાટકણી કરતા વડા પ્રધાને કહ્યું: ‘અમે કામ કરીએ છીએ અને તેઓ કરે છે કારનામા’

86views

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરિયાણા ખાતે એક ચૂંટણી સભાને સંબોધન કરતાં કહ્યું કે, અમે આગામી પાંચ વર્ષમાં અમારી માતા અને બહેનો માટે 3.5 લાખ કરોડ રૂપિયા ખર્ચવાની યોજના બનાવી રહ્યા છીએ. તેનો કારણે આગામી દિવસોમાં  માતાઓ, બહેનો અને ખેડુતોને પાણીની સમસ્યાનો સામનો કરવો નહીં પડે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, અમે પાણીની વ્યવસ્થા માટેની જૂની સિસ્ટમ્સને ફરી જીવંત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અમે એક એવી સિસ્ટમ બનાવવા માંગીએ છીએ જે ઘરેલુ પાણીના રિસાયક્લિંગમાં મદદ કરી શકે અને જે સિંચાઈ માટે વાપરી શકાય. મને આશા છે કે, 2024 સુધીમાં દેશ આમ કરવામાં સફળ થશે

કોંગ્રેસની આકરી ઝાટકણી કરતા વડા પ્રધાને કહ્યું કે, જેમના માટે વ્યક્તિગત હિત સૌથી ટોચ પર છે તેઓ રાષ્ટ્રહિત માટ વિચારી શકે ખરી ? ભાજપ સરકાર સત્તામાં આવતાની સાથે જ જનતા માટે કામ કરવા લાગી હતી. ત્યારે હવે દેશની જનતાએ નક્કી કરવું જોઇએ કે, તેઓને કામ કરનારી સરકાર જોઇએ છે પછી કારનામા કરનારી સરકાર. કોંગ્રેસના પેટમાં દુખાવો એક અસાધ્ય રોગ થઈ ગયો છે. કોંગ્રેસને એવી બીમારી થઈ છે કે, જો અમે સ્વચ્છ ભારતની વાત કરીએ તો કોંગ્રેસને તકલીફ પડવા લાગે છે. જ્યારે અમે સર્જિકલ સ્ટ્રાઈકની વાત કરીએ છીએ, ત્યારે કોંગ્રેસને પેટમાં અતિશય દુખાવો થાય છે. જ્યારે અમે બાલાકોટ વિશે વાત કરવાનું શરૂ કરીએ છીએ, ત્યારે કોંગ્રેસને પેટમાં અસહ્ય દુખાવો થઇ જાય છે.

Leave a Response

error: Content is protected !!