રાજનીતિ

આજે ગુજરાત માટે મોટો દિવસ, વિશ્વના સૌથી મોટા પરમાણુ પ્રોજેક્ટમાં સુરતમાં બનેલું ‘હદય’ જશે

1.51Kviews

ફ્રાન્સમાં દોઢ લાખ કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલા દુનિયાના સૌથી મોટા પરમાણુ ફ્યૂઝન પ્રોજેક્ટમાં ભારત સૌથી મહત્ત્વપૂર્ણ યોગદાન આપવા જઇ રહ્યું છે. L&T કંપનીએ બનાવેલો ક્રાયોસ્ટેટ કે જેને આ પ્રોજેક્ટનું ‘હૃદય’ માનવામાં આવે છે તે આજે સુરતના હજીરાથી ફ્રાન્સ માટે રવાના કરાશે.

વિશ્વની સૌથી મોટી ન્યુક્લિઅર ફ્યુઝન રિએક્ટર માટે સુરતની હજીરામાં આવેલી એલએન્ડટી હેવી એન્જિનિયરિંગ દ્વારા મેક ઇન ઇન્ડિયા પહેલ અંતર્ગત બનાવેલ “ક્રાયોસ્ટેટ”ટોપ લીડનો અંતિમ હિસ્સો ભારતથી રવાના કરવામાં આવશે. દુનિયાના સૌથી મોટા ન્યૂક્લિયરર ફ્યુઝન રિએક્ટરના સૌથી મોટા સેક્શન 1250 એમટીના ક્રાયોસ્ટેટ બેઝનું નિર્માણ ભારતીય કંપની L&T દ્વારા બનાવાયું છે, જે મેક ઇન ઈન્ડિયા પ્રોજેકટ હેઠળ કરવામાં આવ્યું છે. આજે છેલ્લો પાર્ટ ટોપ લિડ સેક્ટર્સ હજીરાથી ફ્રાન્સ જવા રવાના થશે.

ભારતીય કંપની L&T દ્વારા વિશ્વનાં સૌથી મોટા ન્યૂક્લિયરર ફ્યુઝન રિએક્ટરનાં સૌથી મોટા સેક્શન 1250 એમટીનાં ક્રાયોસ્ટેટ બેઝનું નિર્માણ કરવામાં આવ્યું છે કે જે Make in India પ્રોજેકટ અંતર્ગત કરવામાં આવ્યું છે. આજે તેનો અંતિમ પાર્ટ ટોપ લિડ સેક્ટર્સ હજીરાથી ફ્રાન્સ ખાતે રવાના થશે.

આજે ગુજરાતનો દુનિયામાં ડંકો વાગશે, પરમાણુ ફ્યુઝનનું ક્રાયોસ્ટૈટ સુરતથી ફ્રાન્સ મોકલાશે, લોકડાઉનમાં પણ કામ ન અટકાવ્યું

ક્રાયોસ્ટેટ સ્ટીલનું હાઈ વેક્યૂમ પ્રેશર ચેમ્બર હોય છે. સરળ શબ્દોમાં કહીએ તો જ્યારે કોઇ રિએક્ટર વધારે ગરમી પેદા કરે તો તેને ઠંડુ કરવા માટે એક વિશાળ રેફ્રિજરેટરની જરૂર પડે છે. તેને જ ક્રાયોસ્ટેટ કહેવાય છે. ઈન્ટરનેશનલ થર્મોન્યુક્લિયર એક્સપેરિમેન્ટલ રિએક્ટર( ITR ) પ્રોજેક્ટના સભ્ય દેશ હોવાને નાતે ભારતે તેને તૈયાર કરવાની જવાબદારી ચીન પાસેથી છીનવી લીધી હતી. આ પ્રોજેક્ટ હેઠળ 15 કરોડ ડિગ્રી સેલ્સિયસ તાપમાન પેદા થશે જે સૂર્યના કોરથી 10 ગણું વધારે હશે.

Leave a Response

error: Content is protected !!