રાજનીતિ

અપરાજીત ભારત : ‘કોહલી હૈ તો મુમકીન હૈ’ વિશ્વકપમાં ભારતની સતત ચોથી જીત

106views

વિરાટ કોહલીએ સૌથી ઝડપી 20,000 રન પુરા કર્યા 

વિરાટ કોહલી સતત 4 મેચમાં 50 રન કરનાર 2019નો ત્રીજો કેપ્ટન બન્યો 

ધોનીએ અણનમ 56 રહીને શાનદાર બેટિંગ કરી 

ભારતના બોલર્સમાં મહોમ્મદ શામી, ચહલ અને બુમરાહે ક્રમશ 4,3,2 વિકેટ ઝડપી

વેસ્ટઈન્ડિઝને 125 રનથી હરાવી ભારતે વિશ્વકપમાં સતત ચોથી જીત મેળવી છે. ભારતની એક માત્ર એવી ટીમ બની છે જે હજુ સુધી એક પણ મેચ ન હારી હોય. આ સાથે જ હવે ભારત સેમીફાઈનલથી માત્ર એક કદમ દુર છે. હવે પછીનો મેચ ભારતનો ઈંગ્લેન્ડ સામે છે.

વર્લ્ડકપની 34મી મેચમાં માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે ભારતે વેસ્ટ ઇન્ડિઝને 125 રને હરાવ્યું છે. આ હાર સાથે જ વેસ્ટ ઇન્ડિઝની ટીમ સેમિફાઇનલની રેસમાંથી બહાર થઇ ગઈ છે. તેમના 7 મેચમાં 1 જીત અને 1 નો રિઝલ્ટ સાથે માત્ર 3 પોઇન્ટ છે. બીજી તરફ ભારતના આ જીત સાથે 6 મેચમાં 11 પોઇન્ટ છે. તે બાકીની ત્રણમાંથી એક મેચ જીતીને સેમિફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લેશે. 269 રનનો પીછો કરતાં વેસ્ટ ઇન્ડિઝની ટીમ 143 રનમાં ઓલઆઉટ થઇ હતી.

ઓપનર સુનિલ એમ્બરિસના 31 રન સિવાય અન્ય કોઈ બેટ્સમેન 30 રનનો આંક વટાવી શક્યું ન હતું. મોહમ્મદ શમીએ ક્રિસ ગેલ અને શાઈ હોપને આઉટ કરીને વિન્ડીઝના બેટિંગ લાઈનઅપની કમર તોડી હતી. તેણે 4 વિકેટ ઝડપી હતી. જયારે જસપ્રીત બુમરાહ અને યુઝવેન્દ્ર ચહલે 2-2 વિકેટ લીધી હતી.

વિરાટ કોહલી:

વિદેશમાં સતત 10 વનડે જીતનાર પ્રથમ ભારતીય કેપ્ટન

એશિયાની બહાર સતત 10 વનડે જીતનાર પ્રથમ ભારતીય કેપ્ટન

બુમરાહ હેટ્રિક ચૂક્યો હતો. 27મી ઓવરના પહેલા અને બીજા બોલે તેણે ઉપરાઉપરી વિકેટ લીધી હતી. બ્રેથવેટ 1 રને બુમરાહની બોલિંગમાં કીપર ધોનીના હાથે કેચ આઉટ થયો હતો. તે પછી ફેબિયન એલેન પ્રથમ બોલે બુમરાહની બોલિંગમાં એલબીડબ્લ્યુ થઈને પેવેલિયન ભેગો થયો હતો.

આ જીત સાથે ભારતે 11 પોઇન્ટ સાથે સેમિ ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત બનાવી લીધું છે. ભારત હજુ સુધી એકપણ મેચ હાર્યું નથી. ભારત હવે 30 જૂને ઇંગ્લેન્ડ સામે ટકરાશે. વેસ્ટ ઇન્ડીઝ તરફથી સુનીલ અમ્બ્રિસે સૌથી વધારે 31 રન બનાવ્યા હતા. ભારત તરફથી મોહમ્મદ શમીએ 4 વિકેટ, બુમરાહ-ચહલે 2-2 વિકેટ અને હાર્દિક પંડ્યા-કુલદીપ યાદવે 1-1 વિકેટ ઝડપી હતી.

 

Leave a Response

error: Content is protected !!