વિકાસની વાત

ગુજરાતના દરિયાકાંઠે ‘વાયુ’ નામનું વાવાઝોડુંત્રાટકશે, રાજ્યમાં એલર્ટ જાહેર કરાયું

102views

અરબી સમુદ્રમાં એક ડિપ્રેશન બન્યું છે. ત્યારબાદ સાઈકલોન માં પરિવતીત થશે. કલાક માં ભારે ડિપ્રેશન બનશે. 930 કિમિ દૂર છે આ સિસ્ટમ તંત્ર ને એલર્ટ કરાયું.

તમામ પોર્ટ પર નંબર 1 નું સિગ્નલ લગાવ્યું. તેમજ 12 અને 13 જૂનના ભારે વરસાદ થી અતિભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે. કચ્છ,અમરેલી, ભાવનગર, સોમનાથ,જામનગર, પોરબંદર, દ્રારકામાં વરસાદ પડશે અને આ સાથે જ 12મી જૂને રાજ્યમાં છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. તો 13મી જૂને પણ રાજ્યમાં કેટલાક વિસ્તારમાં છુટોછવાયો વરસાદ પડવાની આગાહી કરી છે.

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના પગલે ગાંધીનગર ખાતે મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારના અધ્યક્ષ હેઠળ વેધર વોચ કમિટિની બેઠક મળી હતી. ગુજરાતમાંથી કુલ 1760 જેટલી બોટ અત્યારે દરિયામાં છે, જે પૈકી સૌથી વધુ પોરબંદર જિલ્લાની 1152 બોટ દરિયામાં જેમાં 251 માછીમારો સવાર છે. તમામ માછીમારોને પરત ફરવા સુચના આપી દેવામાં આવી છે.

એમ.કે કોઠારીએ જણાવ્યું કે, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવાઝોડાને કારણે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગની હોવાથી તમામ વિભાગોની બેઠક બોલાવી છે. ગુજરાતમાં કોઇપણ પરિસ્થિતિ ઊભી થાય તો તેને પહોંચી વળવા માટે વિવિધ વિભાગોનું સંકલન સાધવામાં આવશે. 11 જૂને છૂટાછવાયા વરસાદની આગાહી કરાઈ છે, પણ ત્યાર બાદ 12 જૂને સાંજથી વાવાઝોડાની અસર ગુજરાતમાં જોવા મળશે. ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે.

Leave a Response

error: Content is protected !!