Corona Update

દમણમાં બની રહ્યા છે રેમડેસીવીર ઇન્જેક્શન જેનાથી કોરોનાના દર્દીનો જીવ બચી શકે છે

881views

ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઇંડિયાએ ઇન્જેક્શનને આપી મંજૂરી, કોરોનાના હાઈ રિસ્ક દર્દીઓ માટે આ ઇન્જેક્શન કારગર

કોરોના કાળમાં કેન્દ્ર શાસિત પ્રદેશ દમણથી લોકડાઉન દરમિયાન સ્વાસ્થ્યની જાળવણી અને સારવારને લગતી અનેક વસ્તુઓ અન્ય રાજ્યોમાં મોકલવામાં આવી રહી છે. લોકડાઉન વખતે દમણમાંથી ૩૦,૦૦૦ પીપીઈ કીટ, ૩૧,૦૯૫ માસ્ક, ૩ લાખ સામાન્ય માસ્ક, લાખોની સંખ્યામાં સેનીટાઈઝર અને ૧૦ કરોડ એચ.સી.ક્યુ. ટેબલેટ અન્ય રાજ્યોમાં મોકલવામાં આવી હતી. કોવિડ ૧૯ ની સારવારમાં ઉપયોગમાં લેવાતા રેમડેસીવીર ઇન્જેક્શન પણ દમણની સોવરેઇન ફાર્મા કંપની બનાવી રહી છે. ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઇંડિયા દ્રારા આ ઇન્જેક્શનને મંજૂરી આપવામાં આવી છે. જે અંતર્ગત ૧ મહિનામાં ૫૦ હજાર જેટલા ઇન્જેક્શન બનાવાયા છે. રેમડેસીવીર ઇન્જેક્શન ઍક્સપોર્ટ કરવામા આવશે અને ભારત સરકારની મદદથી ભારતમાં પણ આ દવાઓનો ઉપયોગ થશે.

Leave a Response

error: Content is protected !!