જાણવા જેવુરાજનીતિ

દશેરાએ “પ્લાસ્ટિક”રૂપી કરી રાવણનું દહન, કરીયે દૂર પર્યાવરણના સૌથી મોટા પડકારને….

81views

શું આપ જાણો છો? ભારતમાં જ દરરોજ 15 હજાર ટન પ્લાસ્ટિક કચરો ઉત્પન્ન થાય છે. તેમાંથી નવ હજાર ટન પ્લાસ્ટિક કચરો એકઠો કરીને તેને રિસાઈકલ કરાય છે, પણ 6,000 ટન પ્લાસ્ટિક કચરો ભેગો કરાતો નથી કે તેનું રિસાઈિક્લગં પણ કરી શકાતું નથી. આ આંકડા માત્ર ને માત્ર એક દેશ પૂરતાં જ છે. વિશ્વમાં આ આંકડો ક્યાં પહાેંચશે એ કહેવું પણ મુશ્કેલ છે.પ્લાસ્ટિક એ આપણા રોજબરોજના જીવન સાથે સંકળાઈ ગયેલી વસ્તુ છે, પણ તેનાં જ કારણે આજે વિશ્વમાં પર્યાવરણનો સૌથી મોટો પડકાર પણ ઊભો થયો છે.

આ બધા દૂષણો સામે લડવા માટે અનેક દેશની સરકારો સજાગ થઈ છે અને આ જોખમને ટાળવા માટે તેઆે અનેક પ્રકારના પગલાં ભરી રહ્યા છે અને તેનો ફાયદો પણ દેખાઈ રહ્યાે છે. સંયુક્ત રાષ્ટ્રસંઘે ભારત સરકાર અને પર્યાવરણ, વન અને ક્લાઈમેટ ચેન્જના ખાતા સાથે સહકાર સાધીને આ વર્ષે 60 દેશો કરતાં વધુ દેશોને સાંકળતો એક અભ્યાસ બહાર પાડ્યો છે. આ અભ્યાસમાં પણ એક જ વાર ઉપયોગમાં લઈ શકાય અને તેને રિસાઈકલ કરી શકાય એવાં પ્લાસ્ટિકનાં ઉત્પાદન પર ભાર મૂકવામાં આવ્યો છે.

પ્રધાનમંત્રી ની હાકલ:‘અબકી બાર પ્લાસ્ટિક પર પ્રહાર’:

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત 25 ઓગષ્ટે મનકી બાત કાર્યક્રમમાં અનેક ગંભીર મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. તેમણે ભગવાન શ્રીકૃષ્ણ અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને યાદ કર્યા હતાં. આ સાથે જ સ્વચ્છતા અભિયાન, ફિટ ઇન્ડિયા સહિત અનેક મુદ્દા પર પોતાનાં વિચારો રજૂ કર્યા હતાં. જો કે સૌથી વધારે જરૂરી મુદ્દો હતો પ્લાસ્ટીકમાંથી થતા પ્રદૂષણને દુર કરવો.પ્રધાનમંત્રીએ કહ્યું કે આ વખતે 2 ઓક્ટેબરે જ્યારે મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિ ઉજવવામાં આવે ત્યારે સમગ્ર દેશમાં પ્લાસ્ટીક વિરૂદ્ધ એક જનઆંદોલનની શરૂઆત કરવામાં આવે. દેશ-દુનિયામાં પ્લાસ્ટીકનાં પ્રદુષણ ઓછું કરવા માટે નવી-નવી શોધખોળ કરવામાં આવે છે. ક્યાંક ઘરો બની રહ્યા છે, તો ક્યાંક રોડ-રસ્તા બની રહ્યા છે.મોદીએ દેશવાસીઓને સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્ત કરી શકીએ? પ્રશ્નો પૂછી ભારતીયોને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો સંપૂર્ણ બહિષ્કાર તરફ ઈશારો કર્યો છે.

પ્લાસ્ટિકથી થતા નુકશાન:

  • પ્લાસ્ટિકની થેલીઆે કે બીજો કચરો આડેધડ ફેંકી દેવાને કારણે અનેક મુશ્કેલીઆે ઊભી થાય છે.
  • ચોમાસામાં નદી-નાળાંના મુખ પ્લાસ્ટિકને કારણે બંધ થઈ જતાં શહેરોમાં પૂર જેવી સ્થિતિ ઉત્પન્ન થાય છે.
  • નદી-નાળાંમાંથી પસાર થઈને આ પ્લાસ્ટિક દરિયામાં પહાેંચે તો તે ત્યાં પણ તબાહી મચાવે છે.
  •  પ્લાસ્ટિકનો અવગુણ ઍ છે કે તે ઝડપથી સળગી ઉઠે છે. પ્લાસ્ટિકને થોડી ગરમી મળવાથી તે નરમ બની ઓગળી જાય છે.
  • કેટલાક હલકી કક્ષાના પ્લાસ્ટિક ઉનાળાના સખત તાપમાં નરમ થઈને બેડોળ પણ બની જાય છે. પ્લાસ્ટિકનો વરરાશ જેમ વધે છે તેમ તેનો વેસ્ટ પણ વધે છે. ઍક અંદાજ પ્રમાણે આજે પૃથ્વી ઉપર રહેલા પ્લાસ્ટિકના વેસ્ટનો ગઠ્ઠો બનાવવામાં આવે તો આપણી પૃથ્વી જેવડી બીજી ત્રણ પૃથ્વી બને.

પ્લાસ્ટિક પર્યાવરણ સામે મોટું જોખમ:

  • પ્લાસ્ટિકની બેગોના વપરાશથી ઉદભવતી સમસ્યા ઍ મુખ્યત્વે બગાડ અને સંચાલન તંત્રની ખામીઓના કારણે છે. નિરંકુશ રાસાયણિક ઉમેરાઓ પર્યાવરણાત્મક સમસ્યાઓ ઉભી કરે છે. જેમાં ખુલ્લી ગટરોને બંધ રાખવી, ભૂમિગત પાણીની દૂષિતતા ઇત્યાદિનો સમાવેશ થાય છે.ગ્લોબલ વોર્મિંગ અને વતાવરણમાં બદલાવ જેવી પ્રવર્તમાન પર્યાવરણીય સમસ્યાઓની અસર દેખાઈ રહી છે.
  • વિશ્વમાં ગરમીના પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે. મોટા ભાગની સિઝનો બદલાઈ ગઈ છે. ઠંડી લાંબા સમય સુધી ચાલે છે તો ભર ઉનાળામાં વરસાદ પણ પડી જાય છે. સમગ્ર વિશ્વ હાલ ગ્લોબલ વોમિઝ્ગના ભરડામાં ફસાઈ ગયું છે. આ સમયે જરૂર છે વધુને વધુ વૃક્ષો વાવવાની અને શક્ય હોય ત્યાં સુધી પ્રદૂષણ અટકાવવાની.
  • વિશ્વમાં દર વર્ષે પ્લાસ્ટિક ખાવાથી ૧ લાખથી પણ વધુ પશુઓના મોત થાય છે. પ્લાસ્ટિક બેગનો યૂઝ માત્ર એક મીનિટમાં થઇ જાય છે પરંતુ તેને પૃથ્વીમાં સડતા એક હજાર વર્ષ જેટલો સમય લાગે છે. ભારતમાં માથાદિઠ ૯.૭ કિલો જયારે અમેરિકામાં માથાદિઠ ૧૦૯ કિલો પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે.

આજે દશેરાના પાવન દિવસે સંસારમાં જેમ રામે રાવણને હણીને પૃથ્વી પાપ મુકત કરી હતી તો આજે આપણે સંકલ્પ કરીયે કે પૃથ્વીને નુકસાન પહોચાડતી આ ગંદકીને દૂર કરી આજે એટલે કે દશેરાએ “પ્લાસ્ટિક” રૂપી રાવણ નું દહન કરીએ.તમે શું વિચારો છો તમારા વિચારો જરૂર જણાવો Voice Of Gujaratને રાહ જોઉં છું તમારા અભિપ્રાયની …….

Leave a Response

error: Content is protected !!