રાજનીતિ

કળીયુગી દિકરીએ માવતરને પેટ્રોલ છાંટી જીવતા સળગાવ્યા, જાણો આખી વારદાત

357views

દિકરી તો તુલસીનો ક્યારો કહેવાય છે.ખાસ કરીને દિકરીને બાપ જેટલુ વહાલુ કોઈ નથી હોતુ પણ આ બઘા વચ્ચે દર્દનાક કિસ્સો બહાર આવ્યો છે. પિતાસાથે ઝડડો થતા દિકરીએ માવતરનું ઋણ નેવે મુકીને પિતાને જીવતા સળગાવી દીધા. સુરતમાં રહેતી યુવાન તેજલે 60 વર્ષના પિતાને આખરે શા માટે સળગાવી દિધા જાણો આખી દર્દનાક કહાણી

સામાન્ય બાબતમાં પિતા અને પુત્રી વચ્ચે રોજબરોજ ઝઘડા થતા હતા. તેમાં પિતા કોઈ કામધંધો નહીં કરતા હોવાથી પુત્રીએ પિત્તો ગુમાવી પિતા પર પંટ્રોલ છાંટી સળગાવી દીધા હતા. સમગ્ર બનાવની હકીકત એવી છે કે, સોનગઢ નગરના પીપળ ફળિયામાં રહેતા રાજેન્દ્ર મોતીલાલ જૈન (ઉવ.60) ગત તા.19-05-2020ના રોજ બપોરે 12.15 વાગ્યાના અરસામાં પોતાના ઘરના પગથીયા પર બેઠા હતા. ત્યારે તેની પુત્રી તેજલ રાજેન્દ્ર જૈને ત્યાં આવીને પિતા સાથે કામ ધંધો કરવા બાબતે ઝઘડો કર્યો હતો.

તેજલ ઉગ્ર થઈને પોતાના પિતાને કહેતી હતી કે, તમે કામ ધંધો કરતા નથી. માટે ઘરે આવો નહીં, અહીંથી જતા રહો, તેમ છતા રાજેન્દ્ર જૈન ત્યાં જ બેસી રહેતા તેજલ ઘરમાં જઈને પેટ્રોલ ભરેલ બાટલો લઈ આવી હતી અને પોતાના પિતાના શરીર પર પેટ્રોલ છાંટી દીવાસળી ચાંપી સળગાવી દીધા હતા.

આ ઘટનામાં રાજેન્દ્ર જૈન ગંભીર રીતે દાઝી જતાં તેને તાત્કાલિક સુરતની સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. ત્યાં રાજેન્દ્ર જૈને ગંભીર રીતે દાઝી જતાં તેને તાત્કાલિક સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ખાતે ખસેડાયા હતા. ત્યાં રાજેન્દ્ર જૈને પોતાની પુત્રી તેજલ જૈન વિરુદ્ધ સુરત પોલીસને ફરિયાદ આપતા આજે તા. 20ના રોજ સોનગઢ પોલીસે તેજલ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જો કે, આ બનાવ બાદ સમગ્ર સોનગઢ પંથકમાં ભારે ચર્ચા શરૂ થઈ હતી. કારણ કે, એક પુત્રી આ હદ સુધી ક્યારેય જઈ ન શકે તેમ છતાં લોકડાઉનની સ્થિતિમાં પુત્રીએ પોતાનો પિત્તો ગુમાવી આ કરૂણ બનાવને અંજામ આપ્યો હતો

Leave a Response

error: Content is protected !!