વિકાસની વાત

કોરોનામુક્ત ડાંગના ડોન હિલમાં પ્રકૃતિ ખીલી, ફરવા જવા માટે ઉત્તમ સ્થળ રહેવા-જમવાની આ છે વ્યવસ્થા

1.89Kviews

હવે સાપુતારમાં લોકોની ભીડ વધતાં ડોન હીલ સ્ટેશન લોકો વધુ પસંદ કરે છે.
કુદરતી સંપત્તિથી ભરપૂર અને લીલાંછમ એવા ડાંગ જિલ્લામાં આવેલું આ ગિરિમથક આમ તો છેલ્લા દોઢેક વર્ષથી જ આ સ્થળ ચર્ચામાં આવ્યું છે. ગુજરાતના મોટા ભાગના નિસર્ગપ્રેમીઓ કે પછી નાગરિકોને પણ ડોન નામનું હિલ-સ્ટેશન ગુજરાતમાં છે એની કદાચ ખબર નહીં હોય. આ હિલ-સ્ટેશન હજી વિકસિત થયું નથી અને ત્યાં પહોંચવા માટે હજી માંડ સવા-દોઢ વર્ષ પહેલાં જ પાકો રસ્તો બન્યો છે.

Dawn, the highest hill station in Gujarat, was sunk in a drone

ટ્રેકિંગ માટે બેસ્ટ સ્થળ

ગિરિમથક ડોન ડાંગ જિલ્લાની સરહદ પર પહાડ પર આવેલું ગામ છે. હાલના ગુજરાતના એકમાત્ર હિલ-સ્ટેશન સાપુતારાની જેમ આ ડોન ગામ પણ ૧૦૦૦ મીટરની ઊંચાઈએ આવેલું છે. આ એક એવું ઐતિહાસિક અને પૌરાણિક સ્થળ છે જેની સાથે ભગવાન ભોળા શંકર, રામસીતા અને હનુમાનજી, અંજની માતા અને ગુરુ દ્રોણની દંતકથાઓ જોડાયેલી છે. આ સ્થળ પર્વતારોહણ માટે શ્રેષ્ઠ છે અને ટ્રેક માટે આ અત્યંત રળિયામણું સ્થળ છે. અહીં આવેલા ટ્રેકરો અને મુસાફરો તો એમ કહે છે કે નૈનિતાલ, મસૂરી કે પછી માઉન્ટ આબુને પણ ભૂલી જાઓ એવું ખૂબસૂરત સ્થળ ડોન છે.

રહેવા-જમવાની સુવિધા
અહીં આદિવાસી સમુદાયના 1700 લોકો વસવાટ કરે છે. અહીં આદિવાસીઓના ઉત્સવ પ્રસંગે વિવિધ ડાંગી નૃત્યોની રમઝટ જામે છે. અહીં વિવિધ પ્રકારનાં ભોજન આપતી 1-2 રેસ્ટોરાં મળી રહે છે. આ ઉપરાંત જો તમે ચેન્જ ખાતર ચાહો તો અહીંના આદિવાસી લોકોનું વિશિષ્ટ ભોજન નાગલીનો રોટલો અને વાંસના શાકની મઝા પણ માણી શકાય છે. અહીં રોકાણ માટે ગ્રામ પંચાયત તરફથી રૂમ અને ટેન્ટની સુવિધા ઉભી કરવામાં આવી છે. આ સગવડ નજીવા ચાર્જ ચૂકવીને મેળવી શકાય છે.

પાંડવો અને હનુમાનજી સાથે પણ છે કનેક્શન

‘આ સ્થળ સાપુતારાથી પણ ૧૭ મીટર ઊંચું છે અને સાપુતારા કરતાં દસ ગણો વિસ્તાર ડોનનો છે. ડોન ગામ ડુંગર પર આવેલું છે અને અહીં ચારે તરફ ડુંગરો જ છે. અહીં ગુરુ દ્રોણની ટેકરી છે, અંજની પર્વત-અંજની કુંડ છે જે હનુમાનજીનું જન્મસ્થળ ગણાય છે. આ સ્થળે અંજનીમાતાએ ભગવાન શિવની આરાધના કરી હતી. આ સ્થળે ભગવાન રામચંદ્રજી અને સીતામાતાનાં પગલાં છે અને ડુંગર નીચે પાંડવ ગુફા આવેલી છે. પાંડવોને જ્યારે ૧૪ વર્ષ વનવાસ વેઠવો પડ્યો હતો ત્યારે આ સ્થળે તેમણે વનવાસ ભોગવ્યો હતો. ડોનમાં એટલી ઠંડક છે કે ઉનાળામાં પણ ગામના રહીશોને ગોદડાં ઓઢીને સૂવું પડે છે. અહીં વાદળાં નીચે ઊતરી આવે છે. આ સ્થળે સહેલાણીઓ આવે છે, પરંતુ એટલા બધા આવતા નથી કેમ કે હજી આ સ્થળને વિકસિત કરવાનું બાકી છે.’ જોકે અહીં રહેલા પાંચ ખેડૂતોએ જમીન આપી અને ડોનમાં જવાનો રસ્તો તૈયાર થયો

કેવી રીતે જઇ શકાય?
ડાંગ જિલ્લામાં આવેલા આ કુદરતી સુંદરતા ધરાવતા હિડન જેમ જેવું ડોન હિલ-સ્ટેશન આહવાથી 38 કિમી દૂર આવેલ છે. આહવા પાસે આવેલા ગડદ ગામથી પહાડી વળાંકદાર રસ્તેથી અહીં પહોંચી શકાય છે. સુરતથી ડોન હીલ સ્ટેશનનું અંતર લગભગ 175 કિલોમીટર, નવસારીથી અંદાજે 136 કિલોમીટર, સાપુતારાથી આશરે 50 કિલોમીટરના અંતરે આવેલું છે. તમે અહીં પોતાના વાહન અથવા રાજ્ય સરકારની બસ સર્વિસ દ્વારા જઈ શકો છો.

ડોનની નજીક આવેલ ફરવાલાયક સ્થળો

  • બરડા વોટરફોલ – 33 કિલોમીટર
  • શીવધાટ – 32 કિલોમીટર
  • મહાલ – 46 કિલોમીટર
  • પંપા સરોવર – 47 કિલોમીટર


શંકર ભગવાન, ભગવાન રામચંદ્ર, સીતાજી, હનુમાનજી, અંજનીમાતા, ગુરુ દ્રોણની લોકવાયકાઓ ને દંતકથાઓ જોડાયેલી છે ડાંગ જિલ્લાના આ સ્થળ સાથે: નૈનીતાલ, મસૂરી કે પછી માઉન્ટ આબુને પણ ભૂલી જાઓ એવું રળિયામણું સ્થળ। ..
ડોન ગામની તળેટીમાં ગડદ ગામ આવેલું છે. આ ગામના પાંચ ખેડૂતો લાલસિંહ પવાર, મોતીલાલ પવાર, ગંગારામ પવાર, ગમન તુળસ્યા અને ચંદર માળવીશે પોતાની ખેતીની જમીન ડોન જવાના માર્ગ માટે આપી દેતાં મહારાષ્ટ્ર થઈને જવાતા ૪૪ કિલોમીટરનું અંતર ઘટીને ૮.૫ કિલોમીટરનું થઈ ગયું.


ઉલ્લેખનીય છે કે ડાંગ જિલ્લામાં હિલ-સ્ટેશન સાપુતારા, ગીરા ફૉલ્સ ઉપરાંત શબરીધામ, પમ્પા સરોવર, ભેંસકાત્રી નજીક આવેલું માયાદેવીનું મંદિર, વઘઈ, કિલાડ, મહાલ જેવાં પ્રવાસન-સ્થળો આવેલાં છે. ચોમાસાની શરૂઆત થતાં જ સહેલાણીઓ ડાંગમાં ઊમટી પડે છે. નાનકડો ડાંગ જિલ્લો ચોમાસામાં લીલોછમ બની જાય છે. અહીં ઠેર-ઠેર વહેતાં ઝરણાં અને ડુંગર પરથી વહેતા નાના-મોટા પાણીના ધોધ વાતાવરણને આહ્લાદક બનાવે છે.
ડાંગ જિલ્લામાં આવેલું હિલ-સ્ટેશન ડોન આહવાથી અંદાજે ૩૩ કિલોમીટર દૂર છે. આહવા થઈને ચિંચલી જવાનું. ત્યાંથી ગડદ ગામ જવાનું અને ગડદ ગામથી પહાડ તરફ જતો રસ્તો ડોન તરફ દોરી જાય છે.

Leave a Response

error: Content is protected !!