Corona Updateરાજનીતિ

હાલના સૌથી મોટા સમાચાર, અન્ડરવર્લ્ડ ડોન દાઉદનું કોરોના વાઈરસથી મોત…!

6.76Kviews

પાકિસ્તાનમાં છુપાયેલા અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમનું કોરોના વાયરસથી મોતની અટકળો છે. જો કે તેની કોઇ સત્તાવાર પુષ્ટિ થઇ શકી નથી. મીડિયા રિપોર્ટ અનુસાર દાઉદ ઈબ્રાહિમનું કોરોનાને કારણે મોત થયું છે. સોશિયલ મીડિયામાં આ ખબર ઘડી ભરમાં વાઈરલ થઈ છે.

આપને જણાવી દઇએ કે ઇન્ટેલિજન્સ એજન્સીઓના હવાલેથી રિપોર્ટ આવ્યો હતો કે દાઉદ અને તેની પત્ની કોરોના પોઝિટિવ છે. રિપોર્ટસના મતે દાઉદ અને તેની પત્ની કરાચીની આર્મી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. દાઉદના પર્સનલ સ્ટાફ અઇઅને ગાર્ડસને પણ ક્વારેન્ટાઇન કરાયા છે.

અનીસે કહ્યું- દાઉદ સ્વસ્થ

જો કે દાઉદ ઇબ્રાહીમના કોરોના સંક્રમિત હોવાના રિપોર્ટસને તેના ભાઇ અનીસ ઇબ્રાહીમે નકારી દીધો છે. અનીસે દાવો કર્યો કે ભાઇ સહિત પરિવારના તમામ સભ્ય સ્વસ્થ છે. કોઇપણ હોસ્પિટલમાં દાખલ નથી. આપને જણાવી દઇએ કે અનીસ ઇબ્રાહીમ જ દાઉદની ડી-કંપની ચલાવે છે. અનીસ યુએઇની લક્ઝરી હોટલ અને પાકિસ્તાનમાં મોટા કંસ્ટ્રકશન પ્રોજેક્ટ સિવાય ટ્રાન્સપોર્ટનો બિઝનેસ પણ ચલાવી રહ્યો છે.

Leave a Response

error: Content is protected !!