રાજનીતિ

‘દેશહિતમાં જે યોગ્ય હશે તેના માટે છાતી ઠોકીને નિર્ણયો લેવાશે’: વડાપ્રધાન મોદી

108views

કલમ 370 મુદ્દે કોંગ્રેસને ઘેરતા પીએમ મોદીએ કહ્યુ કે, રાષ્ટ્રહિત સાથે સંકળાયેલા તમામ મુદ્દાઓ પર કેન્દ્ર સરકાર છાતી ઠોકીને નિર્ણય લેશે. રાષ્ટ્રહિતના મુદ્દાઓ સાથે કોઈ પણ સંજોગોમાં પાછી પાની નહી કરાય. જમ્મુ કાશ્મીર માંથી કલમ 370 નાબૂદથઈ ત્યારે સમગ્ર દેશ ઉત્સવ મનાવી રહ્યો હતો ત્યારે જ કોંગ્રેસના કેટલાક વરિષ્ઠ નેતાઓ આ નિર્ણય સામે દેશ અને દૂનિયામાં અફવાઓ ફેલાવવાનું કામ કરી રહ્યા હતા.

જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના વિકાસ માટે કલમ 370 નાબૂદ કરાઈ છે અને હવેઆ પ્રદેશો પણ દેશના અન્ય રાજ્યોની જેમ ઝડપથી વિકાસયાત્રામાં જોડાઈ જશે. કલમ 370 મુદ્દે અફવા ફેલાવતી કોંગ્રેસને જનતા જ પાઠ ભણાવશે. કોંગ્રેસ અને તેના નેતાઓને જે પણ વાંધો હોય, ભાજપનો સ્પષ્ટ મત છે કે દેશહિતમાં જે યોગ્ય હશે તેના માટે છાતી ઠોકીને નિર્ણયો લેવાશે.

Leave a Response

error: Content is protected !!