રાજનીતિ

ભારત-ચીન બોર્ડરની આખી વારદાત જાણો, રાજનાથ સિંહે હાલની જાણકારી પીએમ મોદીને આપી

પ્રતિકારાત્મક
1.92Kviews

ભારત અને ચીન વચ્ચે તણાવ વચ્ચે સોમવારે રાત્રે લદ્દાખની ગલવાન ખીણમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ અથડામણમાં ભારતીય સૈન્યના અધિકારી સહિત બે સૈનિકો શહિદ થયા હતા

આ ઘટના બાદ સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. મળતી માહિતી મુજબ આ બેઠક સાંજે સાડા સાત વાગ્યાથી થઈ રહી હતી. આ બેઠકમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સાથે ત્રણેય આર્મી ચીફ્સ હાજર હતા. આ સિવાય બેઠકમાં સીડીએસ જનરલ બિપિન રાવત અને વિદેશ પ્રધાન એસ જયશંકર પણ હાજર હતા. રાજનાથસિંહે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લદ્દાખમાં બનેલી ઘટના વિશે સંપૂર્ણ માહિતી આપી છે.

ભારતીય સેનાનું નિવેદન :

ભારતીય સેના દ્વારા જારી કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, સોમવારે રાત્રે ગાલવાન ખીણમાં ડી-એસ્કેલેશનની પ્રક્રિયા દરમિયાન ભારત અને ચીનના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ સમય દરમિયાન ભારતીય સૈન્યના એક અધિકારી અને બે જવાનો શહીદ થયા છે. આ સમયે મામલાને શાંત કરવા બંને દેશોના વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ મોટી બેઠક યોજી રહ્યા છે. ‘

ગ્લોબલ ટાઈમ્સનો રિપોર્ટ

Leave a Response

error: Content is protected !!