Corona Update

ભારતમાં બનેલી પહેલી મોબાઈલ કોરોના ટેસ્ટ લેબ લોન્ચ, હવે જેટની ગતિએ થશે કોરોના ટેસ્ટ

1.06Kviews
  • સરકાર કોરોના પરીક્ષણને ઝડપી બનાવવાના પ્રયાસ કરી રહી છે
  • આરોગ્ય પ્રધાન ડો.હર્ષ વર્ધન દ્વારા મોબાઇલ લેબનું લોકાર્પણ કરાયું
  • આને દેશના ગ્રામીણ વિસ્તારોમાં તૈનાત કરવામાં આવશે


દેશમાં વધી રહેલા કોરોના વાયરસના કેસોને ઘટાડવા માટે સરકાર તમામ પગલાં લઈ રહી છે. હવે ચેપના ફેલાવાને રોકવા માટે સરકાર ગામડાં અને નગરોમાં કોરોના પરીક્ષણની ગતિ વધારવાનો પ્રયાસ કરી રહી છે. આ માટે ગુરુવારે મોબાઈલ લેબ શરૂ કરાઈ હતી. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.હર્ષ વર્ધન દ્વારા કોરોના પરીક્ષણ માટે ભારતની પ્રથમ મોબાઇલ લેબનો પ્રારંભ કરાયો.

આ મોબાઇલ લેબ્સ દેશના ગ્રામીણ વિસ્તારોમાં તૈનાત કરવામાં આવશે, તેઓ દરરોજ 25  RT-PCR ટેસ્ટ , 300 ELISA ટેસ્ટ કરી શકે છે. ડો.હર્ષ વર્ધનએ કહ્યું કે, અમે કોવિડ -19 ના યુદ્ધની શરૂઆત 1 ફેબ્રુઆરીથી એક લેબમાં કરી હતી. આજે આપણી પાસે દેશભરમાં 953 લેબ્સ છે. આ 953 માંથી 699 સરકારી લેબ્સ છે. દૂરસ્થ વિસ્તારોમાંટેસ્ટિંગ સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે આવી નવીનતાઓ વિકસાવવામાં આવી છે.

Leave a Response

error: Content is protected !!