રાજનીતિ

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો જન્મદિવસ, માં અંબેનાં છે મોટા ભક્ત

191views

આજે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન રતિલાલ પટેલનો 64મો જન્મ દિવસ છે. નીતિન પટેલનો જન્મ 22 જૂન 1956ના રોજ મહેસાણા જિલ્લાના વિસનગરમાં થયો હતો. પટેલ પરિવારમાંથી આવતા નીતિન ભાઇને સંતાનોમાં જયમીન પટેલ અને સની પટેલ નામના બે દીકરા છે. જ્યારે તેમના પત્ની સુલોચના બહેન પટેલ ગૃહિણી છે. નીતિન ભાઈ સામાજિક પ્રવૃત્તિઓની સાથે સાથે ધર્મમાં પણ ઉંડી આસ્થા ધરાવે છે. તેઓ અંબે માતાના મોટા ભક્ત છે.

નીતિન પટેલે અમદાવામાં વર્ષ 1975માં સી.એન. કોલેજમાંથી એસ.વાય.બી.કોમનો અભ્યાસ કર્યો છે. તેઓ કોલેજ કાળથી જ સ્ટુડન્ટ લીડર તરીકે ઉભરી આવ્યા હતા અને આર.એસ.એસ.ની શાખામાં પણ જતા હતા.

શું તમે ક્યારેય નીતિન ભાઈને રંગીન કપડામાં જોયા છે?, કદાચ ક્યારેય નહીં જોયા હોય. નીતિન પટેલ ક્યારે રંગીન કપડા નથી પહેરતા. તેઓ હંમેશા સફેદ વસ્ત્રો જ પહેરે છે. અને આપણા નાયબ મુખ્યમંત્રી મોટા ભાગે સફેદ કલરની સફારીમાં જ જોવા મળે છે.

Leave a Response

error: Content is protected !!