જાણવા જેવુરાજનીતિ

કોરોના કહેર છતાં રૂપાણી સરકારની ઘરના ઘરના સપના સાકાર કરવાની અવિરત કામગીરી ચાલુ

424views

રાજ્યના ગરીબ, વંચિત અને ઘરવિહોણા લોકોનું ઘરના ઘરનું સપનું સાકાર કરવાની નેમ સાથે ગુજરાતની સંવેદનશીલ સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ છેલ્લા ત્રણ વર્ષમાં 10 લાખ પાકાં સુવિધાસભર આવાસોનું નિર્માણ કર્યું.

કોરોના કાળમાં પણ સતત રૂપાણી સરકાર લોકોના હિત માટે કાર્ય કરી રહી છે સીએમ વિજય રૂપાણી કોરોના હોવાથી બધે જઈ ન શકે છતાં ટેકનોલોજીનો ઉપયોગ કરી ઈ-લોકાર્પણ કરી રહ્યા છે.ગરીબ પરિવારનું જીવન ધોરણ ઊંચું આવે એ માટે માળખાકીય સુવિધાઓને સરકારે પ્રાથમિકતા આપી છે.

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં 416 આવાસો-તાલુકા સેવાસદનના ઈ-લોકાર્પણ આવાસ યોજનામાં માત્ર છત જ નહીં લાઈટ શૌચાલય પાણી અને પાકા રસ્તાઓ સાથેના સુવિધાસભર આવાસો સરકાર પુરા પાડે છે.

લોકો ઘરના ઘરથી વંચિત ન રહે એ માટે સીએમ ઘરના ઘરનું સપનું સાકાર કરી રહ્યા છે ત્યારે 18.17 કરોડના ખર્ચે 416 આવાસો રૂપિયા 9.96 કરોડ ખર્ચે પાટડી તાલુકા સેવાસદન ખાતે ઈ-લોકાર્પણ કર્યું છે.

નોંધનીય છે કે ગુજરાતમાં ત્રણ વર્ષમાં 10 લાખ આવાસો નિર્માણ કર્યા છે.

Leave a Response

error: Content is protected !!