અમદાવાદના સફાઈકર્મી પરિવારે CM કેજરીવાલના ઘરે કર્યું ભોજન, ગોપાલ ઈટાલીયા અને રાઘવ ચઢ્ઢા રહ્યા હાજર || Voice of Gujarat
અમદાવાદના સફાઈકર્મી પરિવારે CM કેજરીવાલના ઘરે કર્યું ભોજન, ગોપાલ ઈટાલીયા અને રાઘવ ચઢ્ઢા રહ્યા હાજર

અમદાવાદના સફાઈકર્મી પરિવારે CM કેજરીવાલના ઘરે કર્યું ભોજન, ગોપાલ ઈટાલીયા અને રાઘવ ચઢ્ઢા રહ્યા હાજર

સીએમ કેજરીવાલનું સ્વાગત અને આત્મીયતા જોઈને હર્ષ સોલંકી ભાવુક થઈ ગયો હતો.

સોલંકી પરિવાર અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચ્યો

અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને ગઈકાલ સાંજે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં પ્રીતમનગરમાં વાલ્મિકી સમાજના સફાઈ કર્મચારીઓ સાથે સંવાદ કર્યો હતો. આ દરમિયાન હર્ષ સોલંકી નામના યુવાને દિલ્હી પોતાના ઘરે જમવાનું આમંત્રણ આપ્યું હતું. તેથી આજે હર્ષ સોલંકી તેના પરિવાર સાથે પ્લેનમાં દિલ્હી પહોંચ્યો હતો. એરપોર્ટ પર તેમને ગુજરાતના સહપ્રભારી રાઘવ ચઢ્ઢાએ આવકાર્યા હતા. આ દરમિયાન તેમની સાથે આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા પણ સાથે હતા. 

હર્ષ સોલંકીના સમગ્ર પરિવારનું સ્વાગત

ત્યાર બાદ સોલંકી પરિવાર સાથે અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચ્યા હતા. જ્યાં હર્ષ સોલંકીના સમગ્ર પરિવારનું સ્વાગત કર્યું હતું. કેજરીવાલનું સ્વાગત અને આત્મીયતા જોઈને હર્ષ સોલંકી ભાવુક થઈ ગયો હતો. જે બાદ સીએમ કેજરીવાલના ઘરે હર્ષ સોલંકી અને એમના પરિવારે ભોજન લીધું હતું. એ સમય રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા અને આપ ગુજરાતના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

ભોજન બાદ મોહલ્લા ક્લિનિકની મુલાકાત લીધી હતી. હર્ષ સોલંકી દિલ્હી એરપોર્ટ પર થી સાંજે 8.20 વાગ્યે પહોંચી સાંજે 9.30 વાગે અમદાવાદ એરપોર્ટ પર પરત ફરશે.

વાલ્મિકી સમાજના સફાઈ કર્મચારીઓ સાથે કર્યો હતો સંવાદ 

નોંધનીય છે કે, અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને ગઈકાલ સાંજે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં પ્રીતમનગરમાં વાલ્મિકી સમાજના સફાઈ કર્મચારીઓ સાથે સંવાદ કર્યો હતો. આ તકે અરવિંદ કેજરીવાલે હર્ષ સોલંકી નામના યુવકને પૂછ્યું હતું કે, તમારા ઘરમાં કોણ કોણ છે?

તેથી હર્ષે કહ્યું હતું કે, હું, મારો ભાઈ, નાની બહેન અને માતા-પિતા છીએ. અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, તમને પાંચેને મારા ઘરે જમવા માટે આમંત્રણ છે અને તમે મારા ઘરે આવશો. હું તમારા માટે પ્લેનની ટિકિટ મોકલાવીશ અને સાંજે સીએમ હાઉસમાં તમારો અને મારો પરિવાર સાથે જમશે. અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, હવે ફરીથી જ્યારે હું અમદાવાદ આવીશ ત્યારે તમારા ઘરે જમીશ


add image
Top