તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોને અલવિદા કહી ચૂકેલા આ કલાકારે શેર કરેલી પોસ્ટથી મચી ગયો હડકંપ || Voice of Gujarat
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોને અલવિદા કહી ચૂકેલા આ કલાકારે શેર કરેલી પોસ્ટથી મચી ગયો હડકંપ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોને અલવિદા કહી ચૂકેલા આ કલાકારે શેર કરેલી પોસ્ટથી મચી ગયો હડકંપ

શૈલેષ લોઢાએ જેવી આ પોસ્ટ શેર કરી કે ખળભળાટ મચી ગયો. એવી અટકળો લાગી રહી છે કે આખરે શૈલેષ લોઢાએ આ વાત કોના માટે કહી? શું આ કટાક્ષ અસિત મોદી પર કરાયો હતો અને આ વાત તેઓ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માટે કરી રહ્યા હતા?

શૈલેષ લોઢાની પોસ્ટથી ખળભળાટ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં તારક મહેતાનું પાત્ર ભજવતા શૈલેષ લોઢા આ શો સાથે ઘણા વર્ષો સુધી જોડાયેલા રહ્યા. 14 વર્ષનો સંગાથ રહ્યો પરંતુ હવે તેઓ આ શોમાંથી વિદાય લઈ ચૂક્યા છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો મેકર્સ સાથે વિવાદ બાદ તેમણે આ શો છોડી દીધો પરંતુ શૈલેષ લોઢાએ હજુ સુધી આ અંગે ચૂપ્પી સાધી રાખી છે. શૈલેષ લોઢાએ ઈન્સ્ટાગ્રામ પર ફરીથી કઈક એવું શેર કર્યું કે લોકોના કાન સળવળી ઉઠ્યા છે. 

શૈલેષ લોઢાના લખાણમાં જાદુ છે. તેઓ શબ્દોનો ઉપયોગ ખુબ સારી રીતે કરી જાણે છે. ઈશારા ઈશારામાં એવું સણસણતું કહી જાય છે કે વાત ન પૂછો. આ વખતે પણ કદાચ તેમણે એવું જ કઈક કહ્યું છે. તેમણે ઈન્સ્ટાગ્રામ પર હિન્દીમાં લખ્યું છે કે औरों के हक का जोड़ा सब उसने, किसी के मन से जुड़ कर नहीं देखा, इस बात से ही फितरत पता चलती है उसकी जिसने भी उसे छोड़ा, मुड़ कर नहीं देखा.

શૈલેષ લોઢાએ જેવી આ પોસ્ટ શેર કરી કે ખળભળાટ મચી ગયો. એવી અટકળો લાગી રહી છે કે આખરે શૈલેષ લોઢાએ આ વાત કોના માટે કહી? શું આ કટાક્ષ અસિત મોદી પર કરાયો હતો અને આ વાત તેઓ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માટે કરી રહ્યા હતા?

અત્રે જણાવવાનું કે શૈલેષ લોઢા પહેલા દિશા વાકાણી, ગુરુચરણ સિંહ, મોનિકા ભદૌરિયા, નેહા મહેતા, નિધિ ભાનુશાળી, રાજ અનડકટ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને અલવિદા કહી ચૂક્યા છે. આ કલાકારો શોમાં પાછા ફર્યા નથી. 

add image
Top