ફરી ગુજરાતનો વિશ્વભરમાં વાગશે ડંકો: વિદ્યાર્થીઓને ISROનાં વૈજ્ઞાનિકો સાથે કામ કરવાની મળી તક, લોન્ચ કરશે સેટેલાઈટ || Voice of Gujarat
ફરી ગુજરાતનો વિશ્વભરમાં વાગશે ડંકો: વિદ્યાર્થીઓને ISROનાં વૈજ્ઞાનિકો સાથે કામ કરવાની મળી તક, લોન્ચ કરશે સેટેલાઈટ

ફરી ગુજરાતનો વિશ્વભરમાં વાગશે ડંકો: વિદ્યાર્થીઓને ISROનાં વૈજ્ઞાનિકો સાથે કામ કરવાની મળી તક, લોન્ચ કરશે સેટેલાઈટ

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત PM મોદીએ એકસાથે 75 સેટેલાઈટ દેશની જુદી-જુદી યુનિવર્સિટીઓ લોન્ચ કરે તેવું આહ્વાન કર્યું હતું, જેના ભાગરૂપે ભારત સરકાર જુદી-જુદી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ તેમજ ઇસરોની મદદથી એકસાથે 75 સેટેલાઈટ લોન્ચ કરશે.

વિદ્યાર્થીઓ ઈસરોની મદદથી 2 કિલોનાં ક્યૂબ સેટેલાઈટ લોન્ચ કરશે.

.એકવાર ફરી ગુજરાતનો વિશ્વભરમાં ડંકો વાગશે

.વિદ્યાર્થીઓને મળશે ISROનાં વૈજ્ઞાનિકો સાથે કામ કરવાની તક

.ઈસરોની મદદથી 2 કિલોનાં ક્યૂબ સેટેલાઈટ લોન્ચ કરશે

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત આ વખતે સમગ્ર દેશમાંથી 75 સેટેલાઈટ લોન્ચ કરાશે. આ 75 સેટેલાઈટ લોન્ચ કરવામાં અમદાવાદમાં આવેલ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી અને ગુજરાત યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓને પણ ISROના સહયોગથી લાભ મળશે. રાજ્યની બે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ઇસરોના વૈજ્ઞાનિકો સાથે કામ કરવાની તક મળશે.

વિદ્યાર્થીઓ ઈસરોની મદદથી 2 કિલોનાં ક્યૂબ સેટેલાઈટ લોન્ચ કરશે.

GTUના કુલપતિ નવીન શેઠે આ અંગે જણાવ્યું કે, રાજ્યની બે સરકારી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ISROના વૈજ્ઞાનિકો સાથે કામ કરવાની તક મળશે. GTU દ્વારા છોડવામાં આવનારા સેટેલાઈટ ક્લાઇમેટ ચેન્જ ક્ષેત્રે સંશોધન કરશે અને સેટેલાઈટના તમામ ડેટા GTUના કેમ્પસમાં રિસીવ થશે. 1 સેટેલાઈટ લોન્ચ કરવા માટે અંદાજે 1 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. 80 ટકા ખર્ચ જે-તે યુનિવર્સિટી ભોગવશે. જ્યારે 20 ટકા ખર્ચ માટે રાજ્ય સરકાર મદદ કરશે. ભારત સરકાર દ્વારા સ્પેસ ટેકનોલોજીના જે કામ થઈ રહ્યાં છે તેનો વિદ્યાર્થીઓને લાભ મળશે. સેટલાઈટ બનાવવામાં અને છોડ્યા બાદ જો કોઈ ટેક્નિકલ ખામી આવશે તો તેમાં ISROનાં વૈજ્ઞાનિકો મદદ કરશે.

ઉલ્લેખનીય છે કે, આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત PM મોદીએ એકસાથે 75 સેટેલાઈટ દેશની જુદી-જુદી યુનિવર્સિટીઓ લોન્ચ કરે તેવું આહ્વાન કર્યું હતું, જેના ભાગરૂપે ભારત સરકાર જુદી-જુદી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ તેમજ ઇસરોની મદદથી એકસાથે 75 સેટેલાઈટ લોન્ચ કરશે. એવિએશન તેમજ સ્પેસ રિસર્ચ ક્ષેત્રમાં વિદ્યાર્થીઓની રૂચિ વધે એ માટે PM મોદી દ્વારા આહ્વાન કરાયું હતું.

add image
Top