Afghanistan Blast: અફઘાનિસ્તાનની ગુજરગાહ મસ્જિદમાં શુક્રવારની નમાજ દરમિયાન બ્લાસ્ટ, ઈમામ સહિત 15 લોકોના મોત || Voice of Gujarat
Afghanistan Blast: અફઘાનિસ્તાનની ગુજરગાહ મસ્જિદમાં શુક્રવારની નમાજ દરમિયાન બ્લાસ્ટ, ઈમામ સહિત 15 લોકોના મોત

Afghanistan Blast: અફઘાનિસ્તાનની ગુજરગાહ મસ્જિદમાં શુક્રવારની નમાજ દરમિયાન બ્લાસ્ટ, ઈમામ સહિત 15 લોકોના મોત

અફઘાનિસ્તાનના હેરાતની ગુજરગાહ મસ્જિદમાં શુક્રવારની નમાજ દરમિયાન બ્લાસ્ટ થયો છે. બ્લાસ્ટમાં ઈમામ સહિત 15 લોકોએ જીવ ગુમાવ્યા છે.

અફઘાનિસ્તાનની મસ્જિદમાં બ્લાસ્ટ

Blast in Afghanistan: અફઘાનિસ્તાનના હેરાતની ગુજરગાહ મસ્જિદમાં શુક્રવારની નમાજ દરમિયાન બ્લાસ્ટ થયો છે. ટોલો ન્યૂઝ અનુસાર, મસ્જિદના ઈમામ મુજીબ ઈમામ રહેમાન અન્સારીનું બ્લાસ્ટમાં મૃત્યુ થયું છે. બ્લાસ્ટમાં ઈમામ સહિત 15 લોકોએ જીવ ગુમાવ્યા છે. હેરાતના ગવર્નરના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, બ્લાસ્ટ આત્મઘાતી હુમલાને કારણે થયો હતો. 

એવું કહેવામાં આવે છે કે, મસ્જિદની અંદર શુક્રવારની નમાઝ દરમિયાન વિસ્ફોટ થયો હતો. હેરાત પોલીસના પ્રવક્તા મહમૂદ રસોલીએ જણાવ્યું હતું કે, મુજીબ રહેમાન અન્સારી, તેમના કેટલાક રક્ષકો અને નાગરિકો સાથે મસ્જિદ તરફ જતા સમયે માર્યા ગયા.

મસ્જિદના ઈમામ તાલિબાનના સમર્થક હોવાનું કહેવાય છે. જૂનના અંતમાં સમૂહ દ્વારા આયોજિત હજારો વિદ્વાનો અને વડીલોની એક વિશાળ સભામાં મુજીબ રહેમાન અન્સારીએ તાલિબાનના બચાવમાં  વાત કરી હતી.

તાલિબાનનું કહેવું છે કે,  લગભગ એક વર્ષ પહેલાં સત્તા સંભાળ્યા પછી તેઓએ દેશમાં સુરક્ષામાં સુધારો કર્યો છે, પરંતુ તાજેતરના મહિનાઓમાં ઘણા વિસ્ફોટો થયા છે, જેમાંથી કેટલીક મસ્જિદોને નિશાન બનાવમાં આવી છે. સંયુક્ત રાષ્ટ્રએ અફઘાનિસ્તાનમાં વધી રહેલા હુમલાઓ અંગે ચિંતા વ્યક્ત કરી છે.

add image
Top