Brahmastra Box Office Day 1: બહિષ્કાર છતાં 'બ્રહ્માસ્ત્ર' એ રચ્યો ઈતિહાસ? પહેલા દિવસે આટલા કરોડની કરી કમાણી, બની સૌથી મોટી ઓપનર! || Voice of Gujarat
Brahmastra Box Office Day 1: બહિષ્કાર છતાં 'બ્રહ્માસ્ત્ર' એ રચ્યો ઈતિહાસ? પહેલા દિવસે આટલા કરોડની કરી કમાણી, બની સૌથી મોટી ઓપનર!

Brahmastra Box Office Day 1: બહિષ્કાર છતાં 'બ્રહ્માસ્ત્ર' એ રચ્યો ઈતિહાસ? પહેલા દિવસે આટલા કરોડની કરી કમાણી, બની સૌથી મોટી ઓપનર!

ફિલ્મના એડવાન્સ બુકિંગના આંકડાથી એવું માનવામાં આવી રહ્યું હતું કે, તે ધમાકેદાર કમાણી કરવા જઈ રહી છે.

દરેકની નજર ફિલ્મના પહેલા દિવસના બોક્સ ઓફિસ કલેક્શન પર


Brahmastra Opening Day Box Office Collection: બોલિવૂડ એક્ટર રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટ (Alia Bhatt)ની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'ને લઈને ઘણા સમયથી જબરદસ્ત માહોલ છે. જો કે, ફિલ્મને અપેક્ષા મુજબ સારા રિવ્યુ અને રેટિંગ મળ્યા નથી, પરંતુ તેમ છતાં પણ દરેકની નજર ફિલ્મના પહેલા દિવસના બોક્સ ઓફિસ કલેક્શન પર ટકેલી છે. ફિલ્મના એડવાન્સ બુકિંગના આંકડાથી એવું માનવામાં આવી રહ્યું હતું કે, તે ધમાકેદાર કમાણી કરવા જઈ રહી છે.

કલેક્શનના મામલે ઘણી ફિલ્મોને છોડી દીધી પાછળ 

રસપ્રદ વાત એ છે કે આટલી મોટી ફિલ્મ કોઈ રજાના દિવસે રિલીઝ થઈ નથી. તેમ છતાં ફિલ્મના ક્રેઝને કારણે જ પ્રથમ દિવસે દર્શકો સિનેમાઘરોમાં ઉમટી પડ્યા હતા. ફિલ્મને મળેલા પ્રતિસાદનો અંદાજ લગાવી શકાય છે કે તેણે કોરોના મહામારી પહેલા રિલીઝ થયેલી ઘણી ફિલ્મોના ઓપનિંગ ડે કલેક્શનને પાછળ છોડી દીધું.

કરી શકે છે આટલા કરોડની કમાણી

બ્રહ્માસ્ત્રને મલ્ટિપ્લેક્સ તેમજ સિંગલ થિયેટરોમાં ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. બોલિવૂડ હંગામાના રિપોર્ટ અનુસાર, શરૂઆતના ટ્રેન્ડ પરથી અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે ફિલ્મે 36.50 કરોડથી 38.50 કરોડનું કલેક્શન કર્યું છે. જો કે, આ માત્ર અંદાજિત આંકડા છે અને ફિલ્મની વાસ્તવિક કમાણી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.

વર્ષની સૌથી મોટી ઓપનર 

બ્રહ્માસ્ત્રએ ઓપનિંગ ડે કલેક્શનમાં સંજુ, ટાઈગર ઝિંદા હૈ અને ધૂમ 3ને પાછળ છોડી દીધી.  પેનેડેમિક પછી દિવાળી 2021માં રિલીઝ થયેલી સૂર્યવંશીએ પહેલા દિવસે 37 કરોડની કમાણી કરી હતી. આ વર્ષની વાત કરીએ તો ભૂલ ભૂલૈયા 2 અત્યાર સુધીની સૌથી વધુ ઓપનિંગ કરનારી ફિલ્મ હતી, જેણે પહેલા દિવસે 14.11 કરોડનું કલેક્શન કર્યું હતું. આ રીતે બ્રહ્માસ્ત્ર ભૂલ ભુલૈયા 2 કરતા ઘણું આગળ નીકળી ગઈ છે. બ્રહ્માસ્ત્રની શરૂઆત જેટલી ધમાકેદાર રહી છે, એવો અંદાજ છે કે તે 3 દિવસમાં 100 કરોડની ક્લબમાં સામેલ થઈ જશે.


add image
Top