કોંગ્રેસનું આજે ગુજરાત બંધનું એલાન, જાણો શું છે સમગ્ર મામલો || Voice of Gujarat
કોંગ્રેસનું આજે ગુજરાત બંધનું એલાન, જાણો શું છે સમગ્ર મામલો

કોંગ્રેસનું આજે ગુજરાત બંધનું એલાન, જાણો શું છે સમગ્ર મામલો

આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરી ગઈ છે

કોંગ્રેસનું આજે ગુજરાત બંધનું એલાન



આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરી ગઈ છે. કોંગ્રેસ વિવિધ મુદ્દાને લઈને ભાજપ સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે. ત્યારે આજે મોંઘવારી, બેરોજગારી, લઠ્ઠાકાંડ સહિતના વિવિધ મુદ્દે ગુજરાત બંધનું એલાન આપ્યું છે. બપોરના 12 વાગ્યા સુધી આંશિક બંધનું એલાન અપાયું છે. કોંગ્રેસના આગેવાનોએ વેપારીઓને અને લોકોને સ્વેચ્છાએ બંધમાં જોડાવા કોંગ્રેસે અપીલ કરી છે.

કોંગ્રેસ દ્વારા ગુજરાત બંધના પગલે આજે અમદાવાદમાં NSUI દ્વારા GLS યુનિવર્સિટીની કોલેજ બંધ કરાવવામાં આવી છે. NSUIના કાર્યકરો દ્વારા શાળા કોલેજ બંધ કરાવવામાં આવી રહી છે.

તો બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્ય લાખાભાઇ ભરવાડની વિરમગામ પોલીસે અટકાયત કરી છે. ગુજરાત બંધના એલાન અંગે કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે નિવેદન આપ્યું કે, ગુજરાતમાં વર્ષોથી ધાકધમકીનું શાસન ચાલે છે. વેપારીઓ સારું સમર્થન આપી રહ્યા છે. ભાજપના આગેવાનો વેપારીઓને ધમકાવી રહ્યા છે. દુકાન બંધ રાખશો તો બીજા દિવસે સરકારી હેરાનગતિ માટે તૈયાર રહેજો તેવી ધમકી આપે છે.


add image
Top