નવરાત્રી દરમિયાન કરો આ ઉપાય, માતાજીની કૃપાથી થશે ભાગ્યોદય; ચારેય બાજુથી મળશે સફળ || Voice of Gujarat
નવરાત્રી દરમિયાન કરો આ ઉપાય, માતાજીની કૃપાથી થશે ભાગ્યોદય; ચારેય બાજુથી મળશે સફળ

નવરાત્રી દરમિયાન કરો આ ઉપાય, માતાજીની કૃપાથી થશે ભાગ્યોદય; ચારેય બાજુથી મળશે સફળ

હિન્દુ ધર્મમાં નવરાત્રીના દિવસોને ખૂબ શુભ અને પવિત્ર માનવામાં આવ્યાં છે.

નવ દિવસમાં માં દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે

હિન્દુ ધર્મમાં નવરાત્રીના દિવસોને ખૂબ શુભ અને પવિત્ર માનવામાં આવ્યાં છે. કહેવામાં આવે છે કે જો તમે કોઈ પણ માંગલિક કાર્ય કરવા ઈચ્છો છો તો તેના માટે નવરાત્રીનો દિવસ સર્વોત્તમ છે. આ નવ દિવસમાં માં દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.

આ પવિત્ર છોડ લગાવવાથી વ્યક્તિનો થશે ભાગ્યોદય

જ્યોતિષ મુજબ આ 9 દિવસમાં જો આમાંથી કોઈ એક પણ પવિત્ર છોડ ઘરમાં લગાવવામાં આવે અથવા રાખવામાં આવે તો વ્યક્તિનો ભાગ્યોદય થાય છે. 

શંખ પુષ્પીનો છોડ: આ છોડને મેજિકલ હર્બના નામથી પણ ઓળખવામાં આવે છે. જેના પાન અને મૂળનો ઉપયોગ જડીબુટીઓના રૂપમાં કરવામાં આવે છે. કહેવામાં આવે છે કે આ સ્વાસ્થ્ય માટે ખુબ ગુણકારી હોય છે. એટલું જ નહીં, આ છોડ આધ્યાત્મિક દ્રષ્ટિએ શુભ ફળદાયી માનવામાં આવે છે. આ છોડને નવરાત્રી દરમ્યાન લગાવવાથી ઘરમાં સપન્નતા આવે છે. એવી માન્યતા છે કે આ છોડના મૂળને નવરાત્રીના દિવસમાં ઘરે લગાાવવો શુભ હોય છે. તો જ્યોતિષ મુજબ તેના મૂળને ચાંદીના બોક્સમાં રાખવાથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે. 

કેળનો છોડ: હિન્દુ ધર્મમાં કેળના છોડનુ પણ ખાસ મહત્વ છે. કેળના છોડમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. આ છોડને નવરાત્રી દરમ્યાન ઘરે લગાવવાથી અને દર ગુરૂવારે પાણીમાં દૂધ મિલાવીને અર્પણ કરવાથી વ્યક્તિના જીવનમાં સુખ-સંપન્નતા આવે છે. બીજી તરફ માં લક્ષ્મીનો આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે. 

હેરિંગર પ્લાન્ટ: નવરાત્રીમાં હેરિંગરનો છોડ લગાવવો પણ લાભદાયી જણાવવામાં આવ્યો છે. જેને લઇને માન્યતા છે કે આ છોડ સ્નાન વગેરે કર્યા બાદ સ્વચ્છ વસ્ત્ર ધારણ કરીને પહેરી શકાય છે. જેનાથી વ્યક્તિની આર્થિક સ્થિતિમાં ફેરફાર થાય છે. 

તુલસીનો છોડ: હિન્દુ ધર્મમાં તુલસીના છોડનુ વિશેષ સ્થાન પ્રાપ્ત છે. કહેવાય છે કે તુલસીના છોડમાં માં લક્ષ્મીનો વાસ હોય છે. જ્યોતિષ શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે નવરાત્રીમાં તુલસીનો છોડ લગાવવાથી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે. આમ કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધી આવે છે અને પૈસા સાથે જોડાયેલ બધી સમસ્યાઓનો નાશ થાય છે. ધાર્મિક ગ્રંથો મુજબ તુલસીનો છોડ લગાવ્યાં બાદ અમુક બાબતોનુ ધ્યાન રાખવુ ખૂબ જ જરૂરી છે. નિયમિત રીતે તુલસીની પૂજા કરવાથી દેવીનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

add image
Top