અહીં એમેઝોન અને ફ્લિપકાર્ટ કરતાં પણ સસ્તો સામાન મળી રહ્યો છે
વેબસાઈટે મચાવ્યો ધમાલ
Gem Online Marketplace: ભારતમાં લાંબા સમયથી ઓનલાઈન શોપિંગના મામાલામાં એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી ઈ-કોમર્સ સાઈટનું નામ લોકોના મગજમાં પ્રથમ આવે છે. હકીકતમાં વર્ષોથી આ વેબસાઇટ્સે માર્કેટમાં ભારે ભરખમ ડિસ્કાઉન્ટ્ના કારણે ઘણું નામ બનાવ્યું છે. આવી સ્થિતિમાં લોકોને જ્યારે ઓછી કિંમતે ખરીદી કરવી હોય છે, ત્યારે તેઓ તેના પર વિઝિટ કરવાનું પસંદ કરે છે. જો કે, શું તમે જાણો છો કે એક એવી વેબસાઇટ્સ એવી છે જ્યાં તમને એમેઝોન અને ફ્લિપકાર્ટ કરતાં પણ સસ્તો સામાન મળી રહ્યો છે. આજે અમે તમને આ વેબસાઈટ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
કઈ છે આ વેબસાઈટ
વાસ્તવમાં અમે તમને જે વેબસાઈટ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તેનું નામ Gem છે અને તે એક સરકારી માર્કેટ પ્લેસ છે. અહીં ગ્રાહકો પોસાય તેવા ભાવે પ્રોડક્ટ્સ ખરીદી શકે છે. ખાસ વાત એ છે કે આ માર્કેટ પ્લેસમાં પ્રોડક્ટની ક્વોલિટીનું પણ ધ્યાન રાખવામાં આવે છે. આ માર્કેટ પ્લેસ વિશે હજુ વધારે લોકો જાણતા નથી. જોકે, આ માર્કેટમાં ફ્લિપકાર્ટ અને એમેઝોન કરતાં ઓછી કિંમતે પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે.
કેટલી સસ્તી છે વસ્તુઓ
જો તમારા મનમાં પ્રશ્ન છે કે આ વેબસાઈટ પર કેટલો સસ્તો સામાન આપવામાં આવી રહ્યો છે, તો તમને જણાવી દઈએ કે, વર્ષ 2021-22માં કરવામાં આવેલા આર્થિક સર્વેમાં સામે આવ્યું હતું કે 10 એવી પ્રોડક્ટ્સ છે જે Gem પર ખૂબ જ સસ્તી કિંમતે ઉપલબ્ધ છે. જણાવી દઈએ કે, આ સર્વેમાં કુલ 22 પ્રોડક્ટ્સ વચ્ચે સરખામણી કરવામાં આવી હતી, જેમાં Gem પરની પ્રોડક્ટ્સ તેમજ અન્ય ઈ-કોમર્સ સાઇટ્સ પરની પ્રોડક્ટ્સનો સમાવેશ કરાયો હતો અને આ 10 પ્રોડક્ટ્સ મળી આવી હતી જે અન્ય સાઇટ્સની તુલનામાં 9.5 ટકા સસ્તી હતી.