Gujarat Election: રાહુલ ગાંધી આજે ગુજરાતના પ્રવાસે, કોંગ્રેસના 52 હજાર બુથ કાર્યકરોને કરશે સંબોધન || Voice of Gujarat
Gujarat Election: રાહુલ ગાંધી આજે ગુજરાતના પ્રવાસે, કોંગ્રેસના 52 હજાર બુથ કાર્યકરોને કરશે સંબોધન

Gujarat Election: રાહુલ ગાંધી આજે ગુજરાતના પ્રવાસે, કોંગ્રેસના 52 હજાર બુથ કાર્યકરોને કરશે સંબોધન

રાહુલ ગાંધી બૂથ સ્તરના પાર્ટી કાર્યકરોની રેલીને પણ સંબોધિત કરશે અને ગુજરાતમાં સાબરમતી આશ્રમમાં પ્રાર્થના સભામાં સામેલ થશે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે ગુજરાતના પ્રવાસે

આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ ઘણા કાર્યક્રમોમાં સામેલ થશે. 

રાહુલ ગાંધી બૂથ સ્તરના પાર્ટી કાર્યકરોની રેલીને પણ સંબોધિત કરશે અને ગુજરાતમાં સાબરમતી આશ્રમમાં પ્રાર્થના સભામાં સામેલ થશે. પાર્ટીના નેતાઓએ જણાવ્યું કે, રાહુલ ગાંધી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે કોંગ્રેસના "બૂથ યોદ્ધાઓ"ના 'પરિવર્તન સંકલ્પ' સંમેલનને સંબોધશે. 

પ્રદેશ કોંગ્રેસના નેતાઓએ કહ્યું કે, તેઓ બાદમાં સાબરમતી આશ્રમની મુલાકાત લેશે જ્યાં તેઓ પ્રાર્થના સભામાં હાજરી આપશે અને કોંગ્રેસની 'ભારત જોડો યાત્રા' પહેલા મહાત્મા ગાંધીના આશીર્વાદ લેશે. પાર્ટીના નેતાઓએ જણાવ્યું કે, આ વર્ષના અંતમાં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે ત્રણ મહિનાના લાંબા અભિયાનની તૈયારી કરી છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા અને રાહુલ ગાંધી આ સમયગાળા દરમિયાન પ્રચાર કરશે.

10 મેના રોજ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા રાહુલ ગાંધી

જણાવી દઈએ કે, રાહુલ ગાંધી છેલ્લે 10 મેના રોજ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા, ત્યારે તેમણે દાહોદ શહેરમાં આદિવાસીઓને સંબોધિત કર્યા હતા. પાર્ટીના નેતાઓએ કહ્યું કે, આ વખતે તેઓ આગામી ચૂંટણીઓ માટે બૂથ-સ્તરના કોંગ્રેસ કાર્યકરોને એકત્ર કરશે અને ચૂંટણી અભિયાનની શરૂઆત કરશે. 7 સપ્ટેમ્બરે પાર્ટીની 'ભારત જોડો યાત્રા' શરૂ થવાના બે દિવસ પહેલા રાહુલ ગાંધી ગુજરાત મુલાકાત આવે રહ્યા છે. 3,500 કિમી લાંબી ફૂટ કૂચ 12 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લેશે અને લગભગ 150 દિવસમાં પૂર્ણ થશે.


add image
Top