IND vs PAK: પાકિસ્તાન સામે હાર મળી છતાં કેપ્ટન રોહિત શર્મા ખુશ! કારણ જાણીને આશ્ચર્યચકિત થઈ જશો || Voice of Gujarat
IND vs PAK: પાકિસ્તાન સામે હાર મળી છતાં કેપ્ટન રોહિત શર્મા ખુશ! કારણ જાણીને આશ્ચર્યચકિત થઈ જશો

IND vs PAK: પાકિસ્તાન સામે હાર મળી છતાં કેપ્ટન રોહિત શર્મા ખુશ! કારણ જાણીને આશ્ચર્યચકિત થઈ જશો

ટીમ ઈન્ડિયાની હાર બાદ રોહિત શર્મા પાકિસ્તાની ખેલાડીઓના વખાણ કરતા જોવા મળ્યા. તેમણે મેચ બાદ કહ્યું, 'મને લાગે છે કે તે સારો સ્કોર હતો. 181 એ કોઈપણ પિચ પર, કોઈપણ સ્થિતિમાં સારો સ્કોર છે.'

મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ મોટો સ્કોર બનાવ્યો હતો


IND vs PAK, Asia Cup 2022: ભારત અને પાકિસ્તાનની વચ્ચે એશિયા કપ 2022  (Asia Cup 2022)ની સુપર 4 મેચમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રોમાંચક ટક્કર જોવા મળી. આ મેચમાં ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો. મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ મોટો સ્કોર બનાવ્યો હતો, પરંતુ ટીમની બોલિંગ રન બચાવવામાં નિષ્ફળ રહી. આ એશિયા કપમાં ટીમ ઈન્ડિયાની પહેલી હાર બાદ કેપ્ટન રોહિત શર્માએ મોટું નિવેદન આપ્યું અને હાર પાછળનું કારણ પણ જણાવ્યું.

રોહિત શર્માનું મોટું નિવેદન

ટીમ ઈન્ડિયાની હાર બાદ રોહિત શર્મા પાકિસ્તાની ખેલાડીઓના વખાણ કરતા જોવા મળ્યા. તેમણે મેચ બાદ કહ્યું, 'મને લાગે છે કે તે સારો સ્કોર હતો. 181 એ કોઈપણ પિચ પર, કોઈપણ સ્થિતિમાં સારો સ્કોર છે. પરંતુ જો તમે વચ્ચેની ઓવરોમાં વિકેટ ન લો તો પરિસ્થિતિઓ મુશ્કેલ બની જાય છે. અમને આજે ઘણું બધુ શીખવા મળ્યું. તેમણે કહ્યું, 'જોકે ખેલાડીઓએ સારો પડકાર આપ્યો અને અમે અંત સુધી મેચમાં બન્યા રહ્યા હતા. હું ટીમના પ્રદર્શનથી ખુશ છું.'

પાકિસ્તાનના બેટ્સમેનોએ કર્યો કમાલ 

આ મેચમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા વિરાટ કોહલીના 60 રનના આધારે 181 રન બનાવ્યા હતા. ભારતના 182 રનના લક્ષ્‍યાંકનો પીછો કરતા પાકિસ્તાન રિઝવાન (51 બોલમાં 7 રન1, છ ચોગ્ગા અને બે છગ્ગા) અને કારકિર્દીના સર્વશ્રેષ્ઠ ઈનિંગ રમતા નવાઝ (20 બોલમાં 42 રન, છ ચોગ્ગા, બે છગ્ગા)ની વચ્ચે ત્રીજા વિકેટની 73 રનની ભાગીદારી કરી, પાકિસ્તાને 182 રન બનાવ્યા. રિઝવાન અને નવાઝના આઉટ થયા બાદ આસિફ અલી (16) અને ખુશદિલ શાહ (અણનમ 14) એ ટીમની જીત સુનિશ્ચિત કરી હતી.


add image
Top