Jammu-Kashmir: પૂંછમાં બસ ખીણમાં પડતાં મોટો અકસ્માત, 11નાં મોત, રાષ્ટ્રપતિ મુર્મુએ પણ કર્યો શોક વ્યક્ત || Voice of Gujarat
Jammu-Kashmir: પૂંછમાં બસ ખીણમાં પડતાં મોટો અકસ્માત, 11નાં મોત, રાષ્ટ્રપતિ મુર્મુએ પણ કર્યો શોક વ્યક્ત

Jammu-Kashmir: પૂંછમાં બસ ખીણમાં પડતાં મોટો અકસ્માત, 11નાં મોત, રાષ્ટ્રપતિ મુર્મુએ પણ કર્યો શોક વ્યક્ત

રાષ્ટ્રપતિએ કહ્યું, 'પુંછના સાવજિયનમાં થયેલા દર્દનાક માર્ગ અકસ્માતમાં લોકોનું મૃત્યુ અત્યંત દુઃખદ છે. મારી સંવેદના અને પ્રાર્થના શોકગ્રસ્ત પરિવારો સાથે છે. હું ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું.

મૃતકોના પરિજનોને મદદ કરવા માટે પાંચ લાખ રૂપિયા આપવામાં આવશે.

જમ્મુ ડિવિઝનના પૂંછ જિલ્લામાં બુધવારે એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. જિલ્લાના મંડી તાલુકામાં ભારત-પાકિસ્તાન નિયંત્રણ રેખા નજીક સાવજિયાન ખાતે મિનિબસ અકસ્માતનો ભોગ બની હતી. આ અકસ્માતમાં 11 લોકોના મોત થયા છે, જ્યારે 25 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. દુર્ઘટનાની માહિતી મળતાની સાથે જ સેના અને પોલીસના જવાનોએ સ્થાનિક લોકોની મદદથી બચાવ કાર્ય શરૂ કર્યું હતું. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, ગલી મેદાનથી પૂંછ જતી એક મિની બસ સાવજિયાના સરહદી વિસ્તાર પાસે ખાડામાં ખાબકી હતી. આ અકસ્માતમાં 11 લોકોના મોત થયા છે અને 25 લોકો ઘાયલ થયા છે. મિની બસમાં 36 લોકો સવાર હતા. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે, ઘટનાસ્થળે સેના, પોલીસ અને સ્થાનિક ગ્રામજનો દ્વારા સંયુક્ત બચાવ અભિયાન ચાલુ છે.

ઉપરાજ્યપાલે શોક વ્યક્ત કર્યો

લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ પૂંછ રોડ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે મૃતકના પરિવારજનોને 5 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું, 'પુંછના સાવજિયનમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુથી દુઃખી છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. હું ઘાયલોને જલ્દી સ્વસ્થ થવાની કામના કરું છું. પોલીસ અને સિવિલ અધિકારીઓને ઘાયલોને તમામ શક્ય સારવાર આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. મૃતકોના પરિજનોને મદદ કરવા માટે પાંચ લાખ રૂપિયા આપવામાં આવશે.

શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના - રાષ્ટ્રપતિ

દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પૂંછ રોડ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી. રાષ્ટ્રપતિએ કહ્યું, 'પુંછના સાવજિયનમાં થયેલા દર્દનાક માર્ગ અકસ્માતમાં લોકોનું મૃત્યુ અત્યંત દુઃખદ છે. મારી સંવેદના અને પ્રાર્થના શોકગ્રસ્ત પરિવારો સાથે છે. હું ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું.


add image
Top