અમદાવાદીઓ માટે આનંદનો પ્રસંગઃ PM મોદીએ 'વંદે ભારત' અને 'મેટ્રો' ટ્રેનને આપી લીલીઝંડી || Voice of Gujarat
અમદાવાદીઓ માટે આનંદનો પ્રસંગઃ PM મોદીએ 'વંદે ભારત' અને 'મેટ્રો' ટ્રેનને આપી લીલીઝંડી

અમદાવાદીઓ માટે આનંદનો પ્રસંગઃ PM મોદીએ 'વંદે ભારત' અને 'મેટ્રો' ટ્રેનને આપી લીલીઝંડી

અમદાવાદીઓ માટે આ આનંદનો પ્રસંગ છે. મેટ્રો અને વંદે ભારત ટ્રેનની આજે ભેટ મળી છે

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન અને મેટ્રો ટ્રેનને લીલી ઝંડી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વસ્ત્રાપુર ખાતેથી રિમોટ કંટ્રોલથી સેમી હાઈ સ્પીડ ટ્રેન વંદે ભારતનું લોકાર્પણ કર્યું હતું. ત્યાર બાદ થલતેજથી વસ્ત્રાલના મેટ્રોના ફેઝ-1ના રૂટનું લોકાર્પણ કર્યું હતું.

ગુજરાત પ્રવાસના બીજા દિવસે પીએમ મોદીએ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન અને મેટ્રો ટ્રેનને લીલી ઝંડી બતાવીને ઉદ્ધાટન કર્યું. તેઓ ગાંધીનગરથી વંદે ભારત એક્સપ્રેસમાં બેસીને જ કાલુપુર મેટ્રો સ્ટેશન પહોંચ્યા હતા. અહીં તેમણે મેટ્રો ટ્રેનનું ઉદ્ઘાટન કર્યું હતું. 

આ તકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, 'અમદાવાદીઓ માટે આ આનંદનો પ્રસંગ છે. મેટ્રો અને વંદે ભારત ટ્રેનની આજે ભેટ મળી છે. પહેલાં સાબરમતીમાં બાળકો ક્રિકેટ રમતાં, આજે નદી છલોછલ ભરાયેલી છે. પીએમ મોદીની ઈચ્છાશક્તિથી વિકાસનો નવો ઈતિહાસ રચાયો છે. ડબલ એન્જિન સરકારને કારણે વિકાસની ઝડપી વધી છે.'

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદની જનસભામાં સંબોધન દરમિયાન વિનંતી કરતા જણાવ્યું હતું કે, મેટ્રોમાં પ્રવાસ કરતા વિદ્યાર્થીઓને હું એક રિકવેસ્ટ કરું છું કે, આ મેટ્રો સ્ટેશન કેવી રીતે આકાર પામ્યું. ખોદકામ કેવી રીતે કર્યું, ટનલ કેવી રીતે બની આ તમામ બાબતો જાણે. શિક્ષણ વિભાગને પણ વિનંતી કરું છું કે, વિદ્યાર્થીઓને માત્ર ટ્રેનમાં જ મુસાફરી ન કરાવતા આ મેટ્રો આકાર કેવી રીતે પામી તેની જાણકારી પણ મેળવે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વંદે ભારત ટ્રેનના નિર્માણ કાર્યનો એક કિસ્સો વર્ણવતા જણાવ્યું હતું કે, જ્યાં આ ટ્રેનનું નિર્માણ થઈ રહ્યું હતું ત્યાના ઈલેક્ટ્રીશિયન અને અન્ય લોકો સાથે મેં વાત કરી ત્યારે તેઓ મને કહેતા કે સાહેબ અમને બસ કામ આપો, અમે આનાથી સારું હજી તૈયાર કરીશું.

આપને જણાવી દઈએ કે, આજે અમદાવાદમાં મેટ્રો ટ્રેનના પ્રથમ ફેઝને શરૂ કરવામાં આવ્યો છે જે વસ્ત્રાલથી થલતેજ સુધીનો છે. પરંતુ નજીકના ભવિષ્યમાં જ મેટ્રો ટ્રેનનો બીજો ફેઝ ગાંધીનગર સુધીનો રહેશે. તો વંદે ભારત ટ્રેનનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, વંદે ભારત ટ્રેનની શરૂઆત થતાં ગણતરીના કલાકોમાં જ મુંબઈ પહોંચાડશે.

add image
Top