નવરાત્રીમાં અખંડ જ્યોત પ્રગટાવતા પહેલા જાણી લો આ નિયમ, નહીં તો માતાજી થઈ જશે નારાજ || Voice of Gujarat
નવરાત્રીમાં અખંડ જ્યોત પ્રગટાવતા પહેલા જાણી લો આ નિયમ, નહીં તો માતાજી થઈ જશે નારાજ

નવરાત્રીમાં અખંડ જ્યોત પ્રગટાવતા પહેલા જાણી લો આ નિયમ, નહીં તો માતાજી થઈ જશે નારાજ

નવરાત્રીના આ પર્વ પર 9 દિવસ સુધી માતા દુર્ગાના નવ અલગ અલગ રૂપોની પૂજા કરવામાં આવે છે

શારદીય નવરાત્રીની શરૂઆત

શારદીય નવરાત્રીની શરૂઆત આજથી 26 સપ્ટેમ્બર 2022, સોમવારથી થઈ ચુકી છે. નવરાત્રીના આ પર્વ પર 9 દિવસ સુધી માતા દુર્ગાના નવ અલગ અલગ રૂપોની પૂજા કરવામાં આવે છે અને 9 દિવસ સુધી દુર્ગાને પોતાના ઘરમાં સ્થાપિત કરવામાં આવે છે. માં દૂર્ગાના સામે અખંડ જ્યોતિ પ્રજ્વલિત કરવામાં આવે છે. જણાવી દઈએ કે નવરાત્રી વખતે અખંડ જ્યોતિના અમુક નિયમ પણ હોય છે. જો તે નિયમોનું પાલન કરવામાં આવે તો માતા રાણીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. 

અખંડ જ્યોતિનું મહત્વ 

માન્યતાઓ અનુસાર ઘરમાં કળશ સ્થાપના બાદ અખંડ જ્યોતિ પ્રજ્વલિત કરવામાં આવે છે. અખંડ જ્યોતિનો મતલબ છે કે એવી જ્યોતિ જે ખંડિત ન થાય. અખંડ જ્યોતિથી ઘરમાં સુખ-સમૃગ્ઘિ આવે છે અને માતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને મનોકામનાઓ પુરૂ થાય છે. 

માટે તમે જોયુ હશે કે અખંડ જ્યોતિને ખૂબ જ સાવધાનીથી રાખવામાં આવે છે. જેથી તે હવાના કારણે ઓલવાઈ ન જાય. નવરાત્રીમાં અખંડ જ્યોતિનું ઓલવાઈ જવું અશુભ માનવામાં આવે છે. સમય-સમય પર દિવામાં તેલ નાખવાનું હોય છે અને તેને હવાથી બચાવીને રાખવાનો હોય છે. 

અખંડ જ્યોતિના નિયમ 

- નવરાત્રીમાં અખંડ જ્યોતિ પ્રજ્વલિત કરવાનો પહેલો નિયમ એ છે કે જ્યોતિની દેખરેખ માટે કોઈને કોઈ તેની પાસે જરૂર હોય. જ્યોતિ પ્રજ્વલિતનો મતલબ છે કે નવ દિવસ માતા તમારા ઘરમાં વિરાજમાન છે. 

- અખંડ જ્યોતિ પ્રજ્વલિત કર્યા પહેલા માતાની આરાધના કરો. જ્યોતિ પ્રજ્વલિત કરવા માટે કળશ અથવા બાજોટનો ઉપયોગ કરો. જો બાજોટ પર જ્યોતિ પ્રજ્વલિત કરો છો તે તેના પર લાલ કપડુ પાથરો અને જો કળશના ઉપર જ્યોતિ પ્રજ્વલિત કરો છો તો તેની નીચે ઘઉં મુકો. 

- અખંડ જ્યોતિની દિવેટને રક્ષાસૂત્રથી બનાવવું યોગ્ય માનવામાં આવે છે. જ્યોત સળગાવવા માટે ઘી અથવા સરસવ-તલના તેલનો ઉપયોગ કરી શકાય છે. 

અખંડ જ્યોતિને માતા દુર્ગાની જમણી બાજુ રાખવી જોઈએ. જો તમે દીવામાં સરસવનું તેલ નાખો છો તો તેને ડાબી બાજુ મુકવી જોઈએ. 

-અખંડ જ્યોતિ પ્રજ્વલિત કરવા પહેલા ભગવાન ગણેશ, માતા દુર્ગાની આરાધના કરે છે અને માતા દુર્ગામંત્ર 'ઓમ જયંતી મંગલા કાલી ભદ્રકાલી કૃપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમોડસ્તુતે'નો જાપ કરો. 

- અખંડ જ્યોતિને હવાથી બચાવવા માટે ધ્યાન રાખો કે અખંડ જ્યોતિ નવ દિવસ સુધી ઓલવાવવી ન જોઈએ. જેવું દીવામાં ઘી અથવા તેલ ઓછુ થઈ જાય તરત બીજુ તેમાં ઉમેરી દો. 

- નવ દિવસ બાદ પણ દીવાને તમે ન ઓલવો તેને જાતે જ બંધ થવા દો. જો આ નિયમથી ઘરમાં તમે અખંડ જ્યોત પ્રજ્વલિત કરો છો તો માતા દુર્ગાના આશીર્વાદ પ્રાપ્ત થવાની સાથે ઘરમાં ખુશી આવશે. 


add image
Top