Virat Kohli: T20 વર્લ્ડ કપ પહેલા રોહિતને કોહલીની સલાહ, આ ઘાતક ખેલાડીનું ટીમ માટે છે જરૂરી || Voice of Gujarat
Virat Kohli: T20 વર્લ્ડ કપ પહેલા રોહિતને કોહલીની સલાહ, આ ઘાતક ખેલાડીનું ટીમ માટે છે જરૂરી

Virat Kohli: T20 વર્લ્ડ કપ પહેલા રોહિતને કોહલીની સલાહ, આ ઘાતક ખેલાડીનું ટીમ માટે છે જરૂરી

એશિયા કપમાં ભારતીય ટીમને પાકિસ્તાન અને શ્રીલંકા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી ટીમ ઈન્ડિયાને એશિયા કપમાંથી બહાર થવું પડ્યું હતું.

વિરાટ કોહલીએ આપ્યું આ નિવેદન


Virat Kohli Rohit Sharma T20 World Cup: એશિયા કપમાં ભારતીય ટીમને પાકિસ્તાન અને શ્રીલંકા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી ટીમ ઈન્ડિયાને એશિયા કપમાંથી બહાર થવું પડ્યું હતું. પરંતુ અફઘાનિસ્તાન સામેની છેલ્લી મેચમાં વિરાટ કોહલીએ તોફાની ઇનિંગ રમી હતી. કોહલીએ ટી20 ક્રિકેટમાં સદી ફટકારી હતી. હવે તેણે આ અંગે મોટું નિવેદન આપ્યું છે. કોહલીએ કહ્યું છે કે, કેએલ રાહુલ ટી20 વર્લ્ડ કપ માટે ખૂબ જ મહત્વપૂર્ણ ખેલાડી છે.

વિરાટ કોહલીએ આપ્યું આ નિવેદન

વિરાટ કોહલીએ કહ્યું, 'મને લાગે છે કે આપણે તેની (કેએલ રાહુલની) ઇનિંગ્સને અવગણવી જોઈએ નહીં કારણ કે આપણે જાણીએ છીએ કે, ટી20 વર્લ્ડ કપમાં કેએલનું હોવું કેટલું મહત્વપૂર્ણ છે. આપણે બધા જાણીએ છીએ કે તે આ ફોર્મેટમાં શું કરી શકે છે. તે ખૂબ જ શાનદાર શોટ્સ રમે છે.' 

રોહિત શર્મા માટે કહી આ વાત

ભારતના તમામ ફોર્મેટના કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામે કેટલીક મર્યાદિત ઓવરોની હોમ સિરીઝની સાથે તે ભારતને વર્લ્ડ કપ માટે સારી તૈયારી કરાવશે. રોહિત શર્માની ટીમના અનુભવનો ઉલ્લેખ કરતા કોહલીએ કહ્યું કે જો તે વર્લ્ડ કપમાં સારું પ્રદર્શન કરશે તો પરિણામ સારુ આવશે .

અફઘાનિસ્તાન સામે રમાયેલી તોફાની ઇનિંગ્સ

કેએલ રાહુલે અફઘાનિસ્તાન વિરૂદ્ધ તોફાની ઇનિંગ રમી હતી. તેણે 101 રનની જીતમાં 151ના સારા સ્ટ્રાઈક રેટથી 41 બોલમાં 62 રન બનાવ્યા હતા. રાહુલે વિરાટ કોહલી સાથે શાનદાર ભાગીદારી કરી હતી. કેએલ રાહુલે ભારતીય ટીમ માટે ઘણી મેચો પોતાના દમ પર જીતી છે. તેણે ટીમ ઈન્ડિયા માટે 61 T20 મેચમાં 1653 રન બનાવ્યા છે. T20 ક્રિકેટમાં પણ તેના નામે બે સદી છે.

add image
Top