Pitru Paksha 2022: તનતોડ મહેનત કરવા છતાં પણ નથી મળતી સફળતા? તો શ્રાદ્ધ દરમિયાન કરો આ ઉપાય || Voice of Gujarat
Pitru Paksha 2022: તનતોડ મહેનત કરવા છતાં પણ નથી મળતી સફળતા? તો શ્રાદ્ધ દરમિયાન કરો આ ઉપાય

Pitru Paksha 2022: તનતોડ મહેનત કરવા છતાં પણ નથી મળતી સફળતા? તો શ્રાદ્ધ દરમિયાન કરો આ ઉપાય

પિતૃદોષથી છુટકારો મેળવવાનો શ્રેષ્ઠ સમય પિતૃ પક્ષ (શ્રાદ્ધ) દરમિયાન હોય છે.

શ્રાદ્ધ દરમિયાન કરો આ ઉપાય

ધર્મ અને જ્યોતિષશાસ્ત્રમાં પિતૃ દોષ વિશે વિગતવાર જણાવવામાં આવ્યું છે, કારણ કે પિતૃ દોષને કારણે જીવન અનેક સમસ્યાઓથી ઘેરાઇ જાય છે. જેમ કે કામ અટવાઇ જાય છે, પ્રગતિ અટકી જાય છે, ઘરમાં હંમેશા ઝઘડા થતા રહે છે. એટલા માટે જલદીથી પિતૃ દોષથી છુટકારો મેળવવાની સલાહ આપવામાં આવે છે. પિતૃદોષથી છુટકારો મેળવવાનો શ્રેષ્ઠ સમય પિતૃ પક્ષ (શ્રાદ્ધ) દરમિયાન હોય છે.

ચાલો જાણીએ કે જો કુંડળીમાં પિતૃ દોષ હોય તો જીવનમાં તેના કેવા લક્ષણો દેખાય છે અને તેને દૂર કરવાના ઉપાયો શું છે. તમને જણાવી દઈએ કે, આ વર્ષે 25 સપ્ટેમ્બર સુધી આ ઉપાયો કરવા માટે સારો સમય છે.

પિતૃ દોષના લક્ષણો

– કામ અટવાઇ જવા

– ખૂબ મહેનત પછી પણ પ્રગતિ ન થવી

– હંમેશા મનનું અશાંત રહેવું

– ઘરમાં બિનજરૂરી ઝઘડા થવા

– ઘરમાં ઉદાસી અથવા નકારાત્મકતાનું વાતાવરણ

– બિનજરૂરી કામોમાં પૈસા ખર્ચ થવા

પિતૃ દોષ દૂર કરવાના ઉપાય

માન્યતા છે કે પિતૃ પક્ષના 16 દિવસોમાં પૂર્વજ પોતાના પરિજનોની પાસે રહેવા માટે ધરતી પર આવે છે માટે વ્યક્તિએ એવા કામ કરવા જોઈએ જેનાથી પિતૃ પ્રસન્ન રહે.

– ભૂલથી પણ સૂર્યાસ્ત બાદ શ્રાદ્ધ ન (Shradh 2021) કરો. એવું કરવું અશુભ હોય છે.

– આ દરમિયાન ખરાબ આદતો, નશા, તામસિક ભોજનતી દૂર રહો. પિતૃ પક્ષમાં ક્યારેય પણ દારૂ-નૉનવેજ, લસણ-ડુંગળીનું સેવન ન કરવું જોઈએ. ન તો દૂધી, કાકડી, સરસોનું શાક અને જીરું ખાવું જોઈએ.

– આ દરમિયાન પોતાના પૂર્વજો પ્રતિ સન્માન દર્શાવતા સાદુ જીવન જીવો. કોઈ પણ શુભ કામ ન કરો.

– જે વ્યક્તિ પિંડદાન, તર્પણ વગેરે કરી રહ્યા છે તેને વાળ અને નખ ન કાપવા જોઈએ. સાથે જ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ.

– પિતૃ પક્ષમાં કોઈ પશુ-પક્ષીને હેરાન ન કરવા જોઈએ. આમ કરવું સંકટોને બોલાવવા જેવું છે. પણ આ દરમિયાન ઘર આવેલા પશુ-પક્ષીને ભોજન આપો. માન્યતા છે કે પૂર્વજ પશુ-પક્ષીના રૂપમાં પોતાના પરિજનોને મળવા આવે છે.

– આ દરમિયાન બ્રાહ્મણોને ભોજન કરાવો અને પોતે પણ ભોજન કરો.

– પિતૃ પક્ષ દરમિયાન દરરોજ પાણી, ફૂલો, અખંડ, કાળા તલ અર્પણ કરીને પીપળ અને વડના વૃક્ષોની પૂજા કરો.

– દરરોજ શ્વાન, ગાય, કાગડા, પક્ષીઓ અને કીડીઓને રોટલી નાખો.

– દરરોજ સવારે અને સાંજે ઘરમાં કપૂર સળગાવો, સાથે ગોળ અને ઘીનો ધૂપ કરો. તેનાથી પિતૃ દોષમાંથી પણ રાહત મળે છે.

નોંધ- આ લેખ ફક્ત વાંચકોના રસને ધ્યાનમાં રાખીને શેર કરવામાં આવ્યો છે, તેના સત્ય હોવાની અમે ખાતરી આપતા નથી.

add image
Top