ફરી એકવાર PM મોદી આવશે ગુજરાતના આંગણે: 19 ઓક્ટોબરે રાજકોટ 5400 કરોડના વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ || Voice of Gujarat
ફરી એકવાર PM મોદી આવશે ગુજરાતના આંગણે: 19 ઓક્ટોબરે રાજકોટ 5400 કરોડના વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ

ફરી એકવાર PM મોદી આવશે ગુજરાતના આંગણે: 19 ઓક્ટોબરે રાજકોટ 5400 કરોડના વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ

PM મોદી રાજકોટમાં રૂ. 5400 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ પણ કરશે. ત્યારે PM મોદીના કાર્યક્રમને લઈને રાજકોટમાં તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે.

PM મોદી 19 ઓક્ટોબરે રાજકોટના પ્રવાસે આવશે

ગુજરાતમાં ચૂંટણીના લીધે છેલ્લાં ઘણા દિવસોથી રાજ્યમાં PM મોદીના પ્રવાસ વધી ગયા છે. PM મોદી 19 ઓક્ટોબરે રાજકોટના પ્રવાસે આવશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે તેમ કેન્દ્રના અનેક દિગ્ગજ નેતાઓ સતત રાજ્યમાં અવરજવર કરી રહ્યાં છે. જેમાં PM મોદીથી લઈને અમિત શાહ, જે.પી નડ્ડા, અરવિંદ કેજરીવાલ અને પંજાબના CM ભગવંત માન સહિત અનેક નેતાઓના ગુજરાત પ્રવાસ વધી ગયા છે. ત્યારે છેલ્લા 3 દિવસથી PM મોદી ગુજરાતની મુલાકાતે છે. ત્યારે વધુ એકવખત પીએમ મોદી ગુજરાત આવશે.

PM મોદી 19 ઓક્ટોબરે રાજકોટના પ્રવાસે આવશે. 19 ઓક્ટોબરે રાજકોટમાં PM મોદીનો રોડ શો યોજાશે. રાજકોટ એરપોર્ટથી રેસકોર્ષ સુધી PM મોદીનો રોડ શો યોજાશે. PM મોદી રાજકોટવાસીઓને મોટી ભેટ પણ આપશે. PM મોદી રાજકોટમાં રૂ. 5400 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ પણ કરશે. ત્યારે PM મોદીના કાર્યક્રમને લઈને રાજકોટમાં તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 19 ઓક્ટોબરના રાજકોટના કાર્યક્રમને લઇને ગઇકાલે રાજ્યમંત્રી અરવિંદ રૈયાણીના અધ્યક્ષ સ્થાને બેઠક પણ યોજાઇ હતી. આ બેઠકમાં વિવિધ 100થી વધુ સંગઠનો સાથે વડાપ્રધાનના કાર્યક્રમને સફળ બનાવવા બધા એક ટીમ તરીકે કામ કરવા મંત્રી રૈયાણીને અપીલ કરી હતી. તેમજ 19ઓક્ટોબરે રાજકોટ એરપોર્ટથી રેસકોર્સ સુધી PMના ભવ્ય રોડ-શોના આયોજન અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી.આ બેઠકમાં જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, એરપોર્ટથી રેસકોર્સના સભાસ્થળ સુધી રોડ-શો યોજવાનું આયોજન છે. રાજકોટ શહેર અને જિલ્લાના વિવિધ લોકાર્પણો અને ખાતમુહૂર્તના કામો વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે. વડાપ્રધાનના કાર્યક્રમ એક યાદગીરીરૂપ ભવ્ય કાર્યક્રમ યોજાય એ માટેની પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.


add image
Top