અમદાવાદના ચાંદલોડિયામાં ખુલ્લેઆમ ફાયરિંગ, પોલીસે કુલ 9 લોકોની અટકાયત કરી || Voice of Gujarat
અમદાવાદના ચાંદલોડિયામાં ખુલ્લેઆમ ફાયરિંગ, પોલીસે કુલ 9 લોકોની અટકાયત કરી

અમદાવાદના ચાંદલોડિયામાં ખુલ્લેઆમ ફાયરિંગ, પોલીસે કુલ 9 લોકોની અટકાયત કરી

ડૉકટર રાહુલ યાદવના પિતાએ એક રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું

અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં ફાયરિંગ થયાની ઘટના


અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં ફાયરિંગ થયાની ઘટના સામે આવી છે. જેના લીધે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. મળતી માહિતી મુજબ, સમગ્ર ઘટના એવી છે કે, ચાંદલોડિયામાં આવેલા રૂધર્મ કોમ્પલેક્ષમાં 2 દુકાન માલિકો વચ્ચે બોલાચાલી થઇ હતી. જેમાં ડૉકટરને માર મારવામાં આવ્યો.

મહત્વનું છે કે, ડૉકટરના નવા ક્લિનિકમાં ફર્નિચર કામ ચાલતું હતું. ત્યારે બાજુમાં આવેલી ખાલી દુકાનમાં લાકડા મૂકવામાં આવ્યા હતા. જેના લીધે દુકાન માલિકે આવીને ડૉકટર સાથે ઝઘડો કર્યો. બાદમાં 7થી 8 લોકોએ ભેગા થઇને ડૉકટરને માર માર્યો. 

આથી, ડૉકટર રાહુલ યાદવના પિતાએ એક રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું. ફાયરિંગ કરનાર સતીષ યાદવ સિક્યુરિટી એજન્સી ચલાવે છે. જોકે 7થી 8 લોકોએ ભેગાં થઇને માર મારતા ઇજાગ્રસ્ત ડૉકટરને હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યો. બાદમાં સોલા પોલીસે ક્રોસ ફરિયાદ નોંધી ડૉકટરના પિતા અને 8 લોકોની અટકાયત કરી છે.


add image
Top