દેશવાસીઓની મોટી ભેટ, PM મોદી 1 ઓક્ટોબરે લોન્ચ કરશે 5G સેવા || Voice of Gujarat
દેશવાસીઓની મોટી ભેટ, PM મોદી 1 ઓક્ટોબરે લોન્ચ કરશે 5G સેવા

દેશવાસીઓની મોટી ભેટ, PM મોદી 1 ઓક્ટોબરે લોન્ચ કરશે 5G સેવા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 ઓક્ટોબરના કાર્યક્રમમાં ભારતમાં 5જી સેવાઓ શરૂ કરશે.

કોંગ્રેસના મંચ પરથી દેશને 5જી સેવાની ભેટ આપશે

ભારતમાં 1 ઓક્ટોબરે 5જી સેવાઓ શરુ થવા જઈ રહી છે. પ્રધાનમંત્રી મોદી 1 ઓક્ટોબરે ઈન્ડીયા મોબાઈલ કોંગ્રેસના મંચ પરથી દેશને 5જી સેવાની ભેટ આપશે. સરકારના નેશનલ બ્રોડબેન્ડ મિશને આ અંગે માહિતી આપી છે. 

પીએમ મોદી દેશને 5જી સેવાની ભેટ આપશે

સરકારના નેશનલ બ્રોડબેન્ડ મિશને આજે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 ઓક્ટોબરના કાર્યક્રમમાં ભારતમાં 5જી સેવાઓ શરૂ કરશે. એશિયાના સૌથી મોટી ટેકનોલોજી મંચ ઈન્ડીયા મોબાઈલ કોંગ્રેસના કાર્યક્રમમાં પીએમ મોદી દેશને 5જી સેવાની ભેટ આપશે. જેમને પણ 5જી સેવાઓનું રજિસ્ટ્રેશન કરાવવું હોય તેઓ https://t.co/a092D9GPDR pic.twitter.com/VvT2SIQvwZની મુલાકાત લઈ શકે છે. 

સરકારે ટૂંકા ગાળામાં 80 ટકા કવરેજનો લક્ષ્યાંક આપ્યોઃ અશ્વિની વૈષ્ણવ

કેન્દ્રીય સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવે ગયા અઠવાડિયે જણાવ્યું હતું કે સરકારે ટૂંકા ગાળામાં દેશમાં 5જી ટેલિકોમ સેવાઓના 80 ટકા કવરેજનો લક્ષ્યાંક આપ્યો છે. વૈષ્ણવે કહ્યું હતું, 5 જી ની યાત્રા ખૂબ જ રોમાંચક બનવાની છે. ઘણા દેશોને 40 ટકાથી 50 ટકા કવરેજ સુધી પહોંચવામાં વર્ષોનો સમય લાગ્યો હતો. પરંતુ અમે ખૂબ જ આક્રમક સમયરેખાને લક્ષ્યાંક બનાવી રહ્યા છીએ અને સરકારે ટૂંકા ગાળામાં 80 ટકા કવરેજનો લક્ષ્યાંક આપ્યો છે. 

2030 સુધીમાં ભારતમાં કુલ જોડાણોમાં 5જીનો હિસ્સો એક તૃતીયાંશથી વધુ હશે, જેમાં 2જી અને 3જીનો હિસ્સો ઘટીને 10 ટકાથી ઓછો થઈ જશે, એમ જીએસએમએ (ગ્લોબલ સિસ્ટમ ફોર મોબાઇલ કમ્યુનિકેશન્સ)ના અહેવાલમાં જણાવાયું છે કે, ભારતનું ઉચ્ચ સ્તર 4જી એડોપ્શન (79 ટકા) 5જીમાં સંક્રમણ માટે તૈયાર ગ્રાહકોનો આધાર સૂચવે છે.


add image
Top