રણબીર કેટરિના સામસામે : કેટરીનાએ પોતાની નજર ફેરવી ત્યારે રણબીર તેની સામે તાકી રહ્યો હતો, જેને જોઈને ચોંકી ગયા ફેન્સ || Voice of Gujarat
રણબીર કેટરિના સામસામે : કેટરીનાએ પોતાની નજર ફેરવી ત્યારે રણબીર તેની સામે તાકી રહ્યો હતો, જેને જોઈને ચોંકી ગયા ફેન્સ

રણબીર કેટરિના સામસામે : કેટરીનાએ પોતાની નજર ફેરવી ત્યારે રણબીર તેની સામે તાકી રહ્યો હતો, જેને જોઈને ચોંકી ગયા ફેન્સ

તાજેતરના જે ફોટા સામે આવ્યા છે તેમાં રણબીર અને કેટરિનાને એકસાથે જોવું કદાચ આલિયાને પસંદ ન હોય.

રણબીર કેટરીનાની આગામી ફિલ્મો

બોલિવૂડ કપલ્સની વાત કરવામાં આવે તો રણબીર અને કેટરીનાનું નામ ચોક્કસથી લેવામાં આવે છે. બંનેએ સાથે ફિલ્મ 'અજબ પ્રેમ કી ગઝબ કહાની' કર્યા બાદ પોતાના સંબંધોને આગળ વધાર્યા પરંતુ આ સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં અને પછી બંને અલગ થઈ ગયા. હવે બંને પોતાના જીવનમાં આગળ વધી ગયા છે. જ્યાં રણબીરે આલિયા સાથે લગ્ન કરી લીધા છે તો બીજી તરફ કેટરિના તેના પાર્ટનર વિકી કૌશલ સાથે ખૂબ જ ખુશ છે. પરંતુ હાલમાં જ બંને એક ઈવેન્ટમાં સામસામે આવી ગયા હતા. આ ઘટનાની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

રણબીર કપૂરના ઘરમાં આ દિવસોમાં ઉજવણીનો માહોલ છે. આલિયા ટૂંક સમયમાં માતા બનવા જઈ રહી છે અને આ ખુશીમાં તેના ઘરે ગોદભરાઈની વિધિનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ તાજેતરના જે ફોટા સામે આવ્યા છે તેમાં રણબીર અને કેટરિનાને એકસાથે જોવું કદાચ આલિયાને પસંદ ન હોય. રણબીર અને કેટરિના કૈફની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી હતી, જેમાં બંને એકસાથે નવરાત્રીનો તહેવાર મનાવતા જોવા મળે છે. કેરળમાં તારાઓથી શણગારેલી આ ખાસ નવરાત્રી પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં કેટરિના અને રણબીર પણ જોડાયા હતા. આ સેલિબ્રેશનમાંથી બંનેની ઘણી તસવીરો સામે આવી છે અને તેમાંથી એક તસવીરમાં રણબીર તેની એક્સ કેટરીનાને જોઈ રહ્યો છે.

તમને જણાવી દઈએ કે, આ ઈવેન્ટમાં કેટરિના કૈફ અને રણબીર કપૂરની સાથે સાઉથના સ્ટાર્સ જેમ કે આર માધવન અને નાગાર્જુન પણ સામેલ થયા હતા. રણબીર કપૂર તાજેતરમાં નાગાર્જુન સાથે 'બ્રહ્માસ્ત્ર'માં જોવા મળ્યો હતો. રણબીર અને કેટરિનાના લૂકની વાત કરીએ તો કેટરીના કૈફે પીચ કલરની સાડી પેહરી હતી જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. બીજી તરફ રણબીર કપૂરે બ્લેક કલરનો કુર્તા-પાયજામા પહેર્યો હતો.

રણબીર કેટરીનાની આગામી ફિલ્મો

બંનેના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રણબીરની છેલ્લી ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' હતી, જેને ચાહકો તરફથી ઘણો પ્રેમ મળ્યો છે. હવે તે રશ્મિકા મંદન્ના સાથેની ફિલ્મ 'એનિમલ' અને ડિરેક્ટર લવ રંજનની ફિલ્મમાં પણ શ્રદ્ધા કપૂર સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. જ્યારે કેટરીના ફિલ્મ 'ફોન ભૂત'માં જોવા મળશે, આ ફિલ્મમાં ઈશાન ખટ્ટર અને સિદ્ધાંત ચતુર્વેદી લીડ રોલમાં છે. આ સિવાય તે 'મેરી ક્રિસમસ'માં પણ જોવા મળશે.

add image
Top