ગુજરાત રમખાણો સાથે જોડાયેલ ષડયંત્ર મામલે ધરપકડ થયેલ એક્ટિવિસ્ટ તીસ્તા શીતલવાડને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા છે. શુક્રવારે ચીફ જસ્ટિસ યૂયૂ લલિતની બેન્ચમાં લગભગ 1 કલાકને 10 મીનિટથી વધારે સમય સુધી સુનાવણી થઈ હતી.
તીસ્તા શીતલવાડને સુપ્રીમ કોર્ટમાંથી મળ્યા જામીન
ગુજરાત રમખાણો સાથે જોડાયેલ ષડયંત્ર મામલે ધરપકડ થયેલ એક્ટિવિસ્ટ તીસ્તા શીતલવાડને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા છે. શુક્રવારે ચીફ જસ્ટિસ યૂયૂ લલિતની બેન્ચમાં લગભગ 1 કલાકને 10 મીનિટથી વધારે સમય સુધી સુનાવણી થઈ હતી. આદેશ સંભળાવતા ચીફ જસ્ટિસે કહ્યુ કે, તીસ્તા ધરપકડ બાદથી અથવા તો રિમાંડ અથવા કસ્ટડીમાં રહી. તેમને હવે જેલમાં રાખી શકાય નહીં.
કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે, તીસ્તાનો મામલો જ્યાં સુધી હાઈકોર્ટની પાસે છે, ત્યાં સુધી તેમનો પાસપોર્ટ સરેન્ડર કરવાનો રહેશે. 25 જૂનના રોજ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તીસ્તાને મુંબઈની ધરપકડ કરી હતી. 30 જૂલાઈના રોજ નિચલી કોર્ટે તેમની જામીન અરજી ફગાવી દીધી હતી.
નોંધનીય છે કે, 30 ઓગસ્ટના રોજ ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને તીસ્તાના જામીનનો વિરોધ કર્યો હતો. સરકારે કહ્યું કે, તીસ્તા વિરુદ્ધ FIR ન ફક્ત સુપ્રીમ કોર્ટના ચુકાદા પર આધારિત છે, પણ પુરાવા દ્વારા સમર્થિત છે. અત્યાર સુધી કરવામાં આવેલી તપાસમાં FIR ને યોગ્ય ઠેરવતા તેમની સામગ્રીને રેકોર્ડમાં લાવવામાં આવી છે, જે સ્પષ્ટ કરે છે કે, અરજીકર્તાએ રાજકીય, નાણાકીય અને અન્ય ભૌતિક લાભ મેળવવા માટે અન્ય આરોપીઓ સાથે મળીને ગુનાહિત કૃત્ય કર્યું હતું.
સુપ્રીમ કોર્ટે 2002ના ગુજરાત રમખાણ મામલે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ક્લિન ચીટ આપનારી SIT રિપોર્ટ વિરુદ્ધ અરજીને 24 જૂનના રોજ રદ કરી હતી. અરજી ઝાકિયા ઝાફરીએ દાખલ કરી હતી. ઝાકિયા ઝાફરીના પતિ અહસાન ઝાફરીનું આ રમખાણોમાં મોત થયું હતું.