ખેલૈયાઓ થઈ જાવ તૈયારઃ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, GMDC ગ્રાઉન્ડમાં કરાશે વાઈબ્રન્ટ નવરાત્રીનું આયોજન || Voice of Gujarat
ખેલૈયાઓ થઈ જાવ તૈયારઃ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, GMDC ગ્રાઉન્ડમાં કરાશે વાઈબ્રન્ટ નવરાત્રીનું આયોજન

ખેલૈયાઓ થઈ જાવ તૈયારઃ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, GMDC ગ્રાઉન્ડમાં કરાશે વાઈબ્રન્ટ નવરાત્રીનું આયોજન

અમદાવાદઃ નવરાત્રીને લઈને ગુજરાત સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં ગરબાનું ભવ્ય આયોજન થશે.

નવરાત્રીને લઈને ગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણય


અમદાવાદઃ નવરાત્રીને લઈને ગુજરાત સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં ગરબાનું ભવ્ય આયોજન થશે. GMDC ગ્રાઉન્ડમાં વાઈબ્રન્ટ નવરાત્રીનું આયોજન કરવામાં આવશે એવો નિર્ણય સરકારે લીધો છે. ગુજરાતમાં કોરોનાને કારણે છેલ્લાં બે વર્ષથી ગરબાનું આયોજન થઈ શક્યું નહોતું, પરંતુ રાજ્ય સરકારમાં મળેલી બેઠકમાં મહત્ત્વનો નિર્ણય લેવાતાં આ વખતે ગરબારસિકો ગરબાની મજા માણી શકશે. 

રાજ્ય સરકારે અંબાજી, બહુચરાજી, પાવાગઢ સહિત 9 શક્તિ કેન્દ્ર સહિત અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં પણ વાઈબ્રન્ટ નવરાત્રિનું આયોજન કરવામાં આવશે એવો નિર્ણય લીધો છે. આ વખતે નવરાત્રિનું મહાપર્વ આગામી 26 સપ્ટેમ્બરના રોજ સોમવારથી શરૂ થશે અને 5 ઓક્ટોબરના રોજ બુધવાર સુધી ઊજવાશે.

રાજ્યમાં શક્તિ કેન્દ્રો પર ગરબાનું આયોજન થશે. અંબાજી, બહુચરાજી સહીત ૯ શક્તિ મંદિરમાં નવરાત્રિ દરમિયાન ગરબા યોજાશે. અમાદાવાદ જીએમડીસી ખાતે પણ ભવ્ય ગરબાનું આયોજન કરાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે લોકોએ સોસાયટીઓમાં ગરબા માણ્યા હતા, પણ પાર્ટી પ્લોટોમાં ગરબાને મંજૂરી આપવામાં આવી નહોતી, પરંતુ આ વખતે સરકારે મંજૂરી આપતાં ગરબાની મજા માણી શકાશે. રાજ્ય સરકાર ટૂંક સમયમાં નવરાત્રિ અંગે જાહેરાત કરશે.

add image
Top