ભારત અને નેધરલેન્ડની મેચ બાદ ભારતીય ટીમે ત્રણ મેચ રમવાની છે. પરંતુ આ ત્રણેય મેચમાં ભારતીય ટીમે જીત મેળવવી પડશે.
બંને ટીમો વચ્ચેની આ રોમાંચક મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે બપોરે 12.30 વાગ્યાથી રમાશે.
ભારતીય ટીમ ટી20 વર્લ્ડ કપ 2022ની પોતાની બીજી મેચમાં નેધરલેન્ડનો સામનો કરવા માટે તૈયાર છે. બંને ટીમો વચ્ચેની આ રોમાંચક મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે બપોરે 12.30 વાગ્યાથી રમાશે. પરંતુ આ મેચમાં ભારતીય ચાહકો નિરાશ થઈ શકે છે. Weather.com મુજબ, ગુરુવારે સિડનીમાં વાદળો આવવાનું ચાલુ રહેશે. દરમિયાન વરસાદની પ્રબળ સંભાવના છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, દિવસ દરમિયાન 70 ટકા સુધી જ્યારે રાત્રે 30 ટકા સુધી વરસાદની પ્રબળ સંભાવના છે.
ભારતીય ચાહકોને ડર છે કે, જો ભારત અને નેધરલેન્ડ મેચ રદ્દ થશે તો બ્લુ આર્મીને નેધરલેન્ડ સાથે પોઈન્ટ શેર કરવા પડશે. આવી સ્થિતિમાં ભારતીય ટીમના સેમીફાઈનલમાં પહોંચવાના માર્ગમાં કોઈ મુશ્કેલી આવશે કે નહીં? તો અમે જવાબ લઈને આવ્યા છીએ. ભારતીય ટીમે પોતાની પ્રથમ મેચ પાકિસ્તાન સામે જીતી લીધી છે. જ્યારે નેધરલેન્ડ સામેની મેચ રદ્દ થશે તો તેને એક પોઈન્ટ મળશે.
ભારત અને નેધરલેન્ડની મેચ બાદ ભારતીય ટીમે ત્રણ મેચ રમવાની છે. પરંતુ આ ત્રણેય મેચમાં ભારતીય ટીમે જીત મેળવવી પડશે. જેની સાથે ભારતના નવ પોઈન્ટ થઈ જશે અને ભારતીય ટીમ આસાનીથી સેમીફાઈનલમાં પ્રવેશ કરશે.
T20 વર્લ્ડ કપ 2022માં ભારતીય ટીમની બાકીની મેચો:
27 ઓક્ટોબર, ભારત વિરુદ્ધ નેધરલેન્ડ, સિડની
30 ઓક્ટોબર, ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, પર્થ
2 નવેમ્બર, ભારત વિરુદ્ધ બાંગ્લાદેશ, એડિલેડ
6 નવેમ્બર, ભારત વિરુદ્ધ ઝિમ્બાબ્વે, મેલબોર્ન