T20 World Cup: રોહિત શર્મા નો રેકોર્ડ ,  રમશે આઠમો T20 World Cup,પાંચ ખેલાડીઓ પહેલી વાર રમશે... || Voice of Gujarat
T20 World Cup: રોહિત શર્મા નો રેકોર્ડ ,  રમશે આઠમો T20 World Cup,પાંચ ખેલાડીઓ પહેલી વાર રમશે...

T20 World Cup: રોહિત શર્મા નો રેકોર્ડ , રમશે આઠમો T20 World Cup,પાંચ ખેલાડીઓ પહેલી વાર રમશે...

રોહિત 2007 થી 2021 દરમિયાન યોજાયેલા તમામ સાત T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો સભ્ય રહ્યો છે. તેણે આ સાત વર્લ્ડ કપમાં 33 મેચ રમી છે જે સૌથી વધુ છે.

રોહિત અત્યાર સુધીના તમામ રમી ચૂક્યો છે, T20 World Cup

ઓસ્ટ્રેલિયામાં ટી20 વર્લ્ડ કપ રમવા જઈ રહેલી ટીમ ઈન્ડિયામાં અન્ય ટીમો કરતા વધુ ઉંમરના ક્રિકેટરો હોઈ શકે છે, પરંતુ આ ટીમ છેલ્લા ઘણા ટી20 વર્લ્ડ કપના અનુભવોથી ભરેલી છે. ટીમમાં કેપ્ટન રોહિત શર્મા અને દિનેશ કાર્તિક પણ T20 વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂક્યા છે. બંને 2007માં પ્રથમ વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમના સભ્ય હતા. 15 સભ્યોની ટીમમાં 10 એવા ક્રિકેટર છે જેઓ પહેલા T20 વર્લ્ડ કપ રમી ચૂક્યા છે. પાંચ ક્રિકેટર દીપક હુડા, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, અક્ષર પટેલ અને હર્ષલ પટેલ માટે આ પહેલો T20 વર્લ્ડ કપ હશે.

રોહિત અત્યાર સુધીના તમામ રમી ચૂક્યો છે, T20 World Cup

રોહિત શર્માના નામે એક અનોખી સિદ્ધિ જોડાવા જઈ રહી છે. આ તેનો આઠમો T20 વર્લ્ડ કપ હશે. આનો અર્થ એ થયો કે, રોહિત 2007 થી 2021 દરમિયાન યોજાયેલા તમામ સાત T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો સભ્ય રહ્યો છે. તેણે આ સાત વર્લ્ડ કપમાં 33 મેચ રમી છે જે સૌથી વધુ છે. આ મેચોમાં તેણે આઠ અડધી સદીની મદદથી 847 રન બનાવ્યા છે, જેમાં અણનમ 79 રન તેનો સર્વોચ્ચ સ્કોર છે.

વિરાટ અને અશ્વિનએ રમ્યા  T20 World Cup  

ટીમ ઈન્ડિયામાં 10માંથી સાત એવા ક્રિકેટરો સામેલ છે જેમનો ત્રીજો કે તેથી વધુ વર્લ્ડ કપ (T20) હશે. વાઈસ-કેપ્ટન કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ અને ઋષભ પંત એકમાત્ર એવા ક્રિકેટર છે, જેમણે અત્યાર સુધી 2021નો વર્લ્ડ કપ રમ્યો છે. રોહિત સિવાય વિરાટ કોહલી (2012, 2014, 2016, 2021) અને રવિચંદ્રન અશ્વિન ચાર (2012, 2014, 2016, 2021), દિનેશ કાર્તિકે ત્રણ (2007, 2009, 2010), ભુવનેશ કુમાર (2010,  2014), ભુવને બુમરાહ (2016, 2021) અને હાર્દિક પંડ્યા (2016, 2021) બે-બે T20 વર્લ્ડ કપ રમ્યા છે.

ટીમમાં ગત વર્લ્ડ કપના 9 ક્રિકેટરો છે સામેલ 

ઓસ્ટ્રેલિયા સામે રમવા જઈ રહેલી ભારતીય ટીમમાં 9 ક્રિકેટર છે, જેઓ ગયા વર્ષે UAEમાં આયોજિત T20 વર્લ્ડ કપમાં રમ્યા હતા. ત્યારબાદ ટીમ ઈન્ડિયા સુપર-12 રાઉન્ડમાં જ બહાર થઈ ગઈ હતી. આ ક્રિકેટરોમાં રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, આર અશ્વિન, જસપ્રિત બુમરાહ અને ભુવનેશ્વર કુમાર છે. શ્રેયસ અય્યર અને દીપક ચહર ગયા વર્ષે પણ વર્લ્ડ કપ ટીમના સ્ટેન્ડબાયમાં હતા, આ વખતે પણ બંનેને સ્ટેન્ડબાયમાં સ્થાન મળ્યું છે.

વર્લ્ડ કપમાં વિરાટ કોહલીની એવરેજ 76.81 છે

અત્યાર સુધી T20 વર્લ્ડ કપ રમી ચૂકેલા 10 ક્રિકેટરોમાં વિરાટ કોહલીનું પ્રદર્શન સર્વશ્રેષ્ઠ છે. તેણે 21 મેચમાં 76.81ની એવરેજથી 845 રન બનાવ્યા છે. અણનમ 89 તેનો સર્વોચ્ચ સ્કોર રહ્યો છે. તેણે 10 અડધી સદી પણ ફટકારી છે. રોહિત શર્મા 847 રન સાથે માત્ર બે રન આગળ છે.

10 ક્રિકેટરો પાસે 119 વર્લ્ડ કપ મેચોનો અનુભવ છે

ટીમના 15માંથી 10 ક્રિકેટરો પાસે 119 વર્લ્ડ કપ મેચોનો અનુભવ છે. રોહિતે સૌથી વધુ 33 મેચ અને સૂર્યકુમાર યાદવે સૌથી ઓછી ચાર મેચ રમી છે. કેએલ રાહુલ અને રિષભ પંત પણ એક-એક વર્લ્ડ કપ રમ્યા છે, પરંતુ તેઓ પાંચ-પાંચ મેચ રમ્યા છે. તે જ સમયે, બોલરોમાં અશ્વિનનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. તેણે 26 વિકેટ લીધી છે. આ સિવાય બુમરાહે 11 વિકેટ લીધી છે.

add image
Top