કારતક શુક્લ બીજના દિવસે યમરાજ બહેન યમુનાના ઘરે ગયા હતા, ત્યારથી જ આ તિથિને યમ બીજ અથવા ભાઈ બીજ કહેવામાં આવે છે.
ભાઈ બીજ 2022 શુભ મુહૂર્ત
આજે ભાઈ બીજનો તહેવાર ઉજવવામાં આવશે. આ દિવસે ભાઈ બહેનના ઘરે જાય છે. બહેન એમનું સ્વાગત કરે છે, તિલક લગાવે છે, સાથે જ ભાઈના સુખી જીવનની પ્રાર્થના કરે છે. આજના દિવસે યમરાજની પણ પૂજા કરવામાં આવે છે. કારતક શુક્લ બીજના દિવસે યમરાજ બહેન યમુનાના ઘરે ગયા હતા, ત્યારથી જ આ તિથિને યમ બીજ અથવા ભાઈ બીજ કહેવામાં આવે છે. આ દિવાળીને બીજા દિવસે ઉજવવામાં આવે છે.
ભાઈ બીજ 2022 શુભ મુહૂર્ત
કાર્તિક શુક્લ બીજ તિથિનો પ્રારંભઃ 26 ઓક્ટોબર, બપોરે 03:35 કલાકે
કાર્તિક શુક્લ બીજ તિથિની સમાપ્તિ: 27 ઓક્ટોબર, બપોરે 02:12 કલાકે
ભાઈને તિલક કરવાનો શુભ સમયઃ આજે સવારે 07:18 થી બપોરે 02:12 સુધી
તિલક લગાવવાનો મંત્ર
કેશવનંત ગોવિંદ બારહ પુરુષોત્તમ।
પુણ્યં યસ્યામાયુષ્યં તિલકં મે પ્રસીદતુ ।
કાન્તિ લક્ષ્મી ધૃતિમ સૌખ્યં સૌભાગ્યમતુલં બલમ્ ।
દદાતુ ચન્દનમ્ નિત્યમ્ સત્તમ ધાર્મ્યઃ ।
ભાઈ બીજ પૂજા મંત્ર
ગંગા પૂજે યમુનાને
યમી પૂજે યમરાજને,
સુભદ્રાએ પૂજ્ય કૃષ્ણને
ગંગા યમુના નીર વહે,
મારા ભાઈની ઉમર વધે.
ભાઈ બીજ પૂજા વિધિ
સવારે સ્નાન કર્યા પછી ભગવાન વિષ્ણુ, ગણેશજીની પૂજા કરો. ભાઈને ભોજન માટે આમંત્રિત કરો અને શુભ સમયે તિલક કરો.ભાઈને પૂર્વ દિશા તરફ મુખ કરીને આસન પર બેસાડો. ત્યારબાદ ભાઈના કપાળ પર ચંદન અને અક્ષતથી તિલક લગાવો. તે પછી હાથમાં રક્ષણાત્મક દોરો બાંધો. પછી ભાઈની આરતી કરો અને મીઠાઈ ખવડાવો. ઉંમર પ્રમાણે ભાઈ-બહેન એકબીજાના આશીર્વાદ લે છે અથવા આપે છે. આ પછી ભાઈને ભોજન આપો. બહેન પાસેથી વિદાય લેતી વખતે, ભાઈ તેને કંઈક ભેટ આપી શકે છે.